August 29th 2011

બંધન કર્મના

.                     બંધન કર્મના

તાઃ૨૯/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મા ને કોણ છે પિતા,એ સાચીસમજે સમજાય
કર્મના બંધન તો છે નિરાળા,જે જીવને લાવી જાય
.                           ……….. કોણ મા ને કોણ છે પિતા.
જગના બંધન જકડી રાખે,જ્યાં મોહ માયા ભટકાય
માતાનો પ્રેમ મળે લાયકાતે,જે દેહ માતાથી દેવાય
ઉજ્વળ કુળની આશા મા રાખે,જ્યાં કુટુંબ તરી જાય
સંસ્કારની કેડી પકડી લેતાં,કર્મના બંધન છુટતાજાય
.                           …………કોણ મા ને કોણ છે પિતા.
પિતા પાવન રાહ દે,જે જીવને મહેનતે મળતી જાય
સાચીકેડી માસરસ્વતીની,જે ઉજ્વળ ભણતરે લેવાય
આવી મળે માન અને સન્માન,જ્યાંપિતાજી હરખાય
કર્મના સાદાસંબંધ નિરાળા,સાચીમાનવતામેળવાય
.                         …………..કોણ મા ને કોણ છે પિતા.

+++++++++++++++++++++++++++++++++=

August 29th 2011

સોમવારની સવાર

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.             સોમવારની સવાર

તાઃ૨૯/૮/૨૦૧૧ (શ્રાવણવદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મ કર્મના બંધન છે દેહને,જ્યાં માનવી છે એમ કહેવાય
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તી જન્મથી,મળેલદેહ પાવન થઈજાય
.                             …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
વંદન કરતાં શિવબાબાને,ૐ નમઃશિવાય મનથી બોલાય
શ્રાવણ માસે સોમવારની નિર્મળ પ્રભાતે,દુધ અર્ચનાથાય
ભોલેનાથને રાજીકરવા ભક્તિએ,શિવલીંગે શ્રીફળ વધેરાય
આરતીકરતાં મનથીપ્રભુની,સૌ મનોકામના પુરણ થઈજાય
.                              …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
ઉત્તર હો યા દક્ષિણ,પુર્વ હો યા પશ્ચીમ,જગે કૃપા પ્રભુની થાય
અંતરનીએક ભાવનાએ જલાસાંઇ,સ્મરણ કરો ત્યાંઆવીજાય
મળીજાય કૃપા જો સાચાસંતની,જીવનો જન્મ સફળ થઈજાય
મુક્તિ મળતાં જીવને અવનીએ,જન્મમરણના ફેરા ટળી જાય
.                               ………….ધર્મ કર્મના બંધન છે દેહને.

####################################

August 29th 2011

સાંઇની માગણી

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      સાંઇની માગણી

તાઃ૨૯/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ કેરો સંગ મળતાં દેહથી,મોહ માયા ભાગીજ જાય
ૐ નમઃ શિવાયના સ્મરણ માત્રથી,જીવન પાવન થાય
.                       …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
સાંઇ બાબાની સ્નેહાળ આંખે,જીવને ભક્તિ માર્ગ મળી જાય
નિર્મળ સવારે પુંજનકરતાં,સાંઇબાબાની માગણી પુરીથાય
ભક્તિમાર્ગથી જીવને જગતમાં,શાંન્તિ કૃપાપ્રેમે મળી જાય
બંધ આંખે બાબાના દર્શન કરતાં,સ્વર્ગીય મહેંક મહેંકી જાય
.                       …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
એકજ માગણી સાંઇબાબાની,ભક્તિએ જીવનેમુક્તિ મળીજાય
શ્રધ્ધાની કેડી જ્યાં પકડે,ત્યાં જીવપર પ્રભુકૃપા વરસીજ જાય
ભોલેનાથની આતો લીલા નિરાળી,જે જીવનુ કલ્યાણ કરીજાય
માળાના મણકાને મુકી જગતમાં,બંધઆંખે જ જ્યાં પુંજા થાય
.                       ………….ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.

**************************************************