August 14th 2011

પ્રભાત

.                     પ્રભાત

તાઃ૧૪/૮/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુર વાંસળીનો સાંભળી સવારે,મન પ્રફુલ્લીત થાય
ઉજ્વળલાગે આજ પ્રભાત,જ્યાં સુર્ય નમસ્કાર થાય
.              ………….સુર વાંસળીનો સાંભળી સવારે.
ધર્મ કર્મની આ અજબકેડી,જે સારા સંસ્કારે મેળવાય
પ્રભુ ભક્તિનો માર્ગ છે નિર્મળ,કર્મબંધનથી સહવાય
જલાસાંઇની પ્રીત ન્યારી,જ્યાં માનવતા મળી જાય
માળાનામણકાને છોડતાં,મળેલ જન્મસફળ થઈજાય
.                  ………..સુર વાંસળીનો સાંભળી સવારે.
મૃત્યુ મળતાં દેહને જગતથી,સ્વર્ગ નર્કના દ્વાર દેખાય
સાચી ભક્તિ જીવથી થાય તો,પ્રભુકૃપાજ મળી જાય
સ્વર્ગનાદ્વાર ખુલી જાય જગે,ત્યાં જીવનો ઉધ્ધારથાય
જન્મમરણની મુક્તિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………સુર વાંસળીનો સાંભળી સવારે.

##################################

August 14th 2011

મહાનગર

.                    મહાનગર

તાઃ૧૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમેરીકાથી હું આણંદ આવ્યો,મારું હૈયુ ખુબ હરખાય
નાની ગલીઓ વિશાળથતાં,એ મહાનગર થઈ જાય
.                      …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
ગૌરવ છે ગુજરાતનું આણંદ,ને અમુલ ડેરી ઓળખાય
અમુલ બટર ને ઘી જગતમાં વેચે,શાન બને શણગાર
વસ્તી,વાહન ખુબ વધ્યા છે,ના રસ્તો પણ ઓળંગાય
બાલ મંદીર ને હાઇસ્કુલો હતી,હવે કોલેજો પણ ભરાય.
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
માયા મનેછે આણંદથી,મારું બાળપણ હજુય ના ભુલાય
મિત્રોનો સહવાસહતો,ને ગોપાલજીતથી સંગીતનોસાથ
સિનેસર્કલથી કલાકારોનોપ્રેમ,મને દરેક પ્રોગ્રામે દેખાય
સંગીતની મને મળીદોરી,જે સાચા શિક્ષકનાપ્રેમે લેવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.
નાની નાની ડગલીઓ ભરતો,હવેતો વાહનોથી જ ફરાય
ગામડાની ગલીઓ ચલાય,હવેતો શહેરની શેરી ઉભરાય
ડગલુ ચાલતાંજ મિત્રો મળતાં,હવે ફોન કરીને જ જવાય
સમયની આઅજબ બલીહારી,જે ત્યાં પહોંચતાં મેળવાય
.                       …………..અમેરીકાથી હું આણંદ આવ્યો.

***************************************