January 4th 2009

મારા ગામની ગૌરી

                       મારા ગામની ગૌરી

તાઃ૪/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારા ગામમાં  જન્મી ને  વળી ગામમાં જ ઉછરી
સૌને  વ્હાલી ને ગમતી સૌને મારા ગામની ગૌરી
                                        ………મારા ગામની ગૌરી

પરોઢીયે વાસણને લઇને દોતી ગાયને ઘાસ દઇએ
દુધ લાવી રસોડે આવી ચાપાણી  તૈયાર એ કરતી
સેવા માબાપની કરવામાટૅ સદાય તત્પરએ રહેતી
નાહીધોઇ તૈયાર થઇ આવી વડીલને પગે લાગતી
                                    …….એવી મારા ગામની ગૌરી

જલાબાપાને સામેરાખી ઘીનો દીવો પ્રેમથી કરતી
વંદન કરતા કહેતી હંમેશા ભુલનો ગુનો કરજોમાફ
સાથમાં રહેતી સૌની જ્યારે નિશાળ ભણવા જાતી
સૌ શિક્ષકની એ વ્હાલી વિધ્યાર્થી પ્રેમ સૌનો લેતી
                                    …….એવી મારા ગામની ગૌરી

સુખદુઃખમાં એ સાથે રહેતી ને હિંમત મનથી દેતી
દુઃખદેખે ત્યાં હાથપકડતી ને જરુરે ટેકો પંણ લેતી
તહેવારોમાં તૈયાર રહીને આનંદ પ્રેમે વહેંચી દેતી
રક્ષાબંધનના તહેવારે પાંચપચાસ રક્ષા બાંધીલેતી
                                    …….એવી મારા ગામની ગૌરી

ઉજ્વળ જીવન સંસ્કાર ઉત્તમ ને સાથે પવિત્ર પ્રેમ
ગામમાં સૌની ચાહત મેળવી ને લાગણી સાથે લેતી
આવી આજે એ ઘડી જે જગમાં જન્મે છે સૌને મળી
વિદાયવેળાએ આંખો સૌ ભીની ના નીકળીકોઇવાણી
                                    …….એવી મારા ગામની ગૌરી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

January 4th 2009

ગાજરનો હલવો

                               ગાજરનો હલવો

 

તાઃ૩/૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોરસ નાખી મહીં ચમચાથી હલાવું ભઇ
       દેવાને જીભે સ્વાદ ગાજરનો હલવો બનાવુ આજ
ના બીજુ કાંઇ જાણું ગાજરને છીણી નાખ્યુ
        એક બે ત્રણના ગણતો અહીં મે પંદર લીધા ભઇ
                            ……એવો ગાજર હલવો બનાવુ અહીં
લાઇટર મેં લીધુ હાથે સળગાવ્યો ગેસનો ચુલો
        ના સમઝણ પડે કંઇ તોય તપેલુ મુક્યુ માથે
કડછો રાખ્યો હાથે હલાવુ મોરસ ગાજર સાથે
        ઇલાયચી ને ચારોળી લીધી મીક્ષ કરવામાટૅ
                           ……એવો ગાજર હલવો બનાવુ અહીં
દુધ નાખ્યુ તપેલે ને જોતો રાહ વરાળની
        ઉભરો આવે જ્યારે ભઇ મિશ્રણ નાખુ હું ત્યારે
હાથને મહેનત દેતો ને હલાવતો હુ હલવો
        જીભનેપકડી રાખી ના ચાખવા પ્રયત્ન કરતો
                           ……એવો ગાજર હલવો બનાવુ અહીં
બળે નહીં ને બગડે નહીં તેથી તાકી રહેતો
        સુગંધને સાથે રાખી હું ગાજરની સ્મેલ લેતો
થાક્યો કડછો હલાવી ગેસ મેં ધીમો કર્યો
        રાહ હવે હું જોતો ક્યારે થાય આ હલવો ઠંડો
                           ……એવો ગાજર હલવો બનાવુ અહીં

===========================================

December 7th 2008

‘ભોજન’ની સરભરા

                 

                        ‘ભોજન’ની સરભરા

તાઃ૬/૧૨/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

દોડો મારા દોસ્તો હ્યુસ્ટનમાં, જો ખાવું હોય મઝાનું
આવજો ‘ભોજન’માં,ને ખાજો ભઇ ભોજન ચટાકેદાર
હીરેનભાઇ ખુશ થાય, ને પ્રતીમાબેન પણ હરખાય
આવજો પ્રેમે ભોજનમાં જ્યાં ખાતા હૈયુ છે મલકાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ઠાકોરભાઇ તો પ્રેમથી ખવડાવે, રોટલીને પુરણપુરી
ગરમાગરમ છે રોટલી ને સાથે બટાકારીંગણનુ શાક
પાણીપુરી કે સમોસા છે,વળી ખમણ ખાવ કે કચોરી
સ્વાદ મળશે ગુજરાતનો,ને શરીરે સ્ફુર્તી છે લહેરાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ભાતદાળ કે ખીચડીકઢી,અરે લાડુખાવ કે મોહનથાળ
મસ્તી એવી મનમાં આવે,જાણે ભારતથી લઇઆવ્યા
બાજરી રોટલા કે પરોઠા,ભઇ ઘીમાં લદબદછે દેખાય
અરે કચોરી કેથેપલાં મઝાના,ચટપટ જીભે ચોંટીજાય
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ખાંડવી સાથે દાલવડા ને ભઇ બટાકાવડા દહીં સાથે
ડાકોરના ગોટા મળી જાય અહીં ને ફાફડ ચટણીસાથે
લાડુ મોતી ચુરના ખાજો ,જે રમા બનાવે ખુબ પ્રેમે
સુશીલાબેનના હાથનુ શાક,રહી જશે જીવનમાં યાદ
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝા અહીં મળી જાય.

ગોબીકેઆલુ પરોઠા,સ્વાતિબેનના મન લોભાવે એવા
ટેસ્ટ મઝાનો એવો મળે,કે આંગળીએ ચોંટે ભઇ એવો
સ્પ્રીગરોલ તો પાણીલાવે,ને કટલેસપણ મલકાવે મોં
સફેદ ઢોકળાને સાથેચટણી,ભઇ મનને સદાય ગમતી
દોડજો મારા દોસ્તો,ખાવાની મઝા અહીં જાય મળતી.

મેંગો કે પાઇનેપલની બરફી, ભઇ મોં ને લાગે ચટકી
મોહનથાળ તો મઝાનો મળે ને ક્યારેક બુંન્દીના લાડુ
ઓરેંન્જ બાસુદી કે રસમલાઈ, ને શીખંડ રોટલી સાથે
અંગુર રબડીને ગાજરનો હલવો,લાગે છે મનને હળવો
દોડજો મારા દોસ્તો,ખાવાની આજેમઝા અહીંમળીજાય.

‘ભોજન’માં ભોજનસાત્વિક ને સારું હ્યુસ્ટનમાં મળીજાય
પ્રસંગ આવે કોઇ આપણો પ્રેમથી આવજો અમારે દ્વાર
ભોજન ખાજો,મીટીંગ કરજો, લેજો અનેરો આનંદ અહીં
ફરી ફરીને યાદ જ કરશો, પ્રેમ પણ અમારો જોજો ભઇ
દોડજો મારા દોસ્તો, ખાવાની મઝાજ મળી જશે અહીં.

યાદ સૌને રહેશે ભોજન,ને આનંદઅમનેઅહીંથશે ઘણો
ફરીઆવજો ને કરજો ફોન અમને ૭૧૩/૭૭૭-૬૯૦૦
આનંદ અમને મળશે ને પ્રસંગ તમારો યાદગારબનશે
એકલા આવો કે સાથે આવો સત્કાર અમારો સંગે રહેશે
દોડજો મારા દોસ્તો,હવેખાવાની મઝા અહીં પડી જાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

December 7th 2008

ભોજનનું ભોજન

                   

                          ભોજનનુ ભોજન

તાઃ૩૦/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મન મહેનત ને લગન લગાવીને સમજી કામ કરતો
સદાય જીવનમાં આનંદ રહેતોને મનલગાવી મળતો
                         …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.

ભુખ લાગે ત્યાં ભાખરીશાકને સાથે ભાતદાળ લઇ લેતો
મનમાં ખુશી કે ભારત બહાર હમેશા સાદુભોજન ખાતો
આવતા આવ્યો અહીં સંસ્કાર સાથે ભક્તિ લેતો આવ્યો
માનમર્યાદા સાચવીરાખી માનહમેશાં પ્રેમભાવથીદેતો
                         …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો.

કદીક તન મનથી થાકુ ત્યારે બહાર ખાવા હું વિચારુ
હ્યુસ્ટ્નમાં ખાવાનું તો ઘણું મળે પણ શાકાહારી ઓછુ
ફાવીગયો હું ત્યારથી જ્યારથીભોજન રેસ્ટોરન્ટખુલી
સાત્વીક સાદુ ભોજન ને સ્વાદ ભારતનો હું માણી લઉ
                           …..એવું આનંદીત જીવન પ્રેમે જીવતો઼

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

November 30th 2008

નજરના તીર

                 

                                     નજરના તીર

તાઃ૨૯/૧૧/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

તિરછી નજર ભઇ મારી, તમે રહેજો દુર તેનાથી
જો આવ્યા એક નજરમાં,તો ના છટકી શકવાના
……..ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

નાની મારી છે કાયા,પણ નજર મારી ખુબ લાયક
એક વખત જે દીઠા તે લાગે જન્મો જન્મથી  સાથે
વણ માગતી વ્યાધી આવે ત્યારે આંખો લુછી લેતો
ને મન મુકીને હસતો,જ્યાં સામે પાગલને હું જોતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

મનમાં માયા જ્યાં વળગી,ત્યાં ધીમે ધીમે હું ચાલુ
પગલુ ના હુ ભરતો એક ,જ્યાં ઠેલનગાડી હું બેસતો
મોટી મોટી કાયા આજગમાં જ્યાં ત્યાં હાલતી જોતો
મોટી બડાસની વાતો હાલ ક્યાંય નથી હુ સાંભળતો
…….ભઇ નજર મારી છે એવી,જાણે તીર વાગવા જેવી

@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%@%

November 19th 2008

દોસ્તી એક તાંતણો

                 

                       દોસ્તી,એક તાંતણો      

તાઃ૧૮/૧૧/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વ્હાલા મારાદોસ્ત કે જેને,મળવા હૈયે છે હેત
આવે આંગણે પ્રેમ લઇને,ના તેમાં કોઇ મેખ
એવા મારાબ્રીજ જોષીને, કરુ હૈયાથી પ્રીત
                                   ……વ્હાલા મારા દોસ્ત કે
સારેગમ કરતાં કરતાં, ગાતો થયો હું ગીત
દોસ્ત તણો સથવારો મળતા દેતો સૌને પ્રીત
મસ્તી થી હું ભજન ગાતો ને પછી પ્રેમ ગીત
આવી દ્વારે પ્રેમે ઉભો હું,રાહ જોતો હું બ્રીજની
                                   ……વ્હાલા મારા દોસ્ત કે
હ્યુસ્ટનઆવી વસીગયો,છોડી આણંદમારુગામ
લાગણી હૈયે સદાયરાખુ,જ્યાં મળે મને દોસ્ત
યાદઆવે નેઆનંદ થાય,કોઇ ક્યાંક મળીજાય
પ્રેમથી આવજો કહેતો હું,ને લેજો મનથી પ્રીત
                                   ……વ્હાલા મારા દોસ્ત કે
સંગીત હૈયે મળી જતાં,મા સરસ્વતીને પુંજાય
સરગમના તાલના તાંતણે,જીવન મહેંકી જાય
ઉભરે હેત ને તરસે આંખો, મળી જેનાથી પ્રીત
આવે મારે દ્વારે જ્યારે, આંખો રહશે ભીની છેક
                                   ……વ્હાલા મારા દોસ્ત કે

+++++++++++++++++++++++++++++++++++++++++++
           આણંદના મા સરસ્વતીના સંતાન સંગીતકાર શ્રી બ્રીજ જોષી જે અહીં
હ્યુસ્ટન આવ્યા છે અને તે મારા માટે ઘણાજ આનંદના સમાચાર હોઇ આ લખાણ
લખી મારા પ્રેમને સર્મપિત કરુ છું.

પ્રદીપ બ્રહ્મભટ્ટ

November 7th 2008

મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી

              

                    મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી

તાઃ૭/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ તમારી કલમ ચાલતી વાંચી હૈયે હેત ઉભરાવતી
મળતી લાગણી વાંચક સૌને હાથથી આપના જે લખાતી

વંદન એ સરસ્વતીસંતાનને જેણે શબ્દોને દીધો અવતાર
ના ભેદભાવ કે નાકોઇ અહમ દીઠો મેં આપ્યો સાચો પ્રેમ

જગત નીમ છે એક પ્રભુનો  જન્મ જગે જેને  મળી જાય
અવસાન ચોક્કસ મળશે તેને મૂત્યુ જેને જગમાં કહેવાય

આવી અવની પર સાર્થક જન્મ અમારા આદિલભાઇનો
અમારા આ દીલ અર્પણ  કરીએ  તમારી  શ્રધ્ધાંજલીમાં

અમરથયા તમો ને  આલ્મીયતા મળી અમોને હ્યુસ્ટનમાં
આવ્યાઅમોને પ્રેમ દેવા જેદીધા સૌ લેખક મિત્રોને અહીં

પ્રદીપ પ્રેમે સન્માન કરે ને કરે દીલે વિનંતી પરમાત્માને
દેજો મુક્તિ મુ.આદિલભાઇને જેણે દીધા લેખકોને સન્માન

———————————————————-
       મુ.પુ.આદિલભાઇની આ ધરતી પરની વિદાયના પ્રસંગે અમો સૌ હ્યુસ્ટ્નના ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો તથા પ્રદીપ બ્રહ્મભટ્ટ ની પરમાત્માને પ્રાર્થના કે તેમના પવિત્ર જીવને અનંત શાંન્તિ આપે અને  અખંડ તેમના ચરણમાં સ્થાન આપે.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા જીઍસઍસના સભ્યો.હ્યુસ્ટન.

November 6th 2008

પુ.શ્રી જલાબાપાના જન્મદીને

                     

                 પુ.શ્રી જલાબાપાના જન્મદીને
                     (કારતક સુદ સાતમ)
તાઃ૫/૧૧/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ જય જલારામ, રટતા હૈયે આનંદ થાય
રામનામની જપતા માળા જીવ જગતમાં ખુબ હરખાય.

વિરપુર ગામમાં જન્મ લીધો,  ને ભક્તિથી કર્યો પોકાર
સંત સમાગમ સ્નેહ ભરીદે,ને અન્નદાનથી ઉભરાય હેત
જીવે જ્યોત જલાવી પ્રેમે, જોઇ સદા પ્રભુ પણ હરખાય
એવા જલાબાપાનો આજે, જન્મદિન જગે છે ઉજવાય.

વિરબાઇમાતાની શ્રધ્ધા મનથી,ભક્તિએ જીવ મલકાય
અન્ન તણી વહેતી ગાગરમાં,સાગર સરખો છે જ્યાં પ્રેમ
નાલાલચ ના મોહ મળે,જ્યાં થતી હૈયાથી ભક્તિ પ્રીત
એવા વિરબાઇ માતાના નાથની,જન્મ જયંતી ઉજવાય.

લાગી માયા રામનામની,ને બની જગની માયા મિથ્યા
ભક્તિ પરમાત્માની કરતા, જગજીવોને મળે સાચો પ્રેમ
કરતાં દાન અન્નતણા જ્યાં,માનવ હૈયાથી મળતો સ્નેહ
એવા વિરપુરવાસી બાપાનો, આજે જન્મદિન ઉજવાય.

માગણીમનથી કરતો પ્રદીપ,બાપા રાખજો અમોપર હેત
ભુલથાય આપના ભક્ત થકીતો,પ્રભુને વિનતીકરજો છેક
રમા,રવિને હેત દેજો ને પ્રેમ, જન્મ સફળ થાય આ એક
એવા જલાબાપાનો જગતમાં જન્મદીન આનંદે ઉજવાય,

#########જય જલારામ બાપા###############

October 26th 2008

બજરંગબલી હનુમાન

                   

                     બજરંગબલી હનુમાન     

તાઃ૨૬/૧૦/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ બજરંગબલી હનુમાન, તમારા ગુણલાં અપરંપાર
તમો છો ભક્તોના આધાર, તમારી ભક્તિ છે નિરાકાર
                             ……….. ઓ બજરંગબલી હનુમાન

ગદાધરી છે હાથે જેકરે પાપનો નાશ વ્હાલા ભક્તોકાજ
સિંદુર ધરી લીધો દેહે જે પ્રભુ રામને રાજી કરવા માટે
કર્યો દુષ્ટોનો સંહાર જગતમાં પ્રભુ ભક્તિ રાખવા સાટે
અખંડ રામનામ સ્મરાય ને અનંત હૈયે  આનંદ થાય
                              ……….. ઓ બજરંગબલી હનુમાન

આવ્યો બજરંગબલીનોદીન,થાય રધુવીરરામથીપ્રીત
કાળી ચૌદસની સાંજ ભાગે ભુત પલીત ઘર બહાર
શ્રીફળના સહવાસે ને તેલના પવિત્રદીવે પ્રભુ ભજાય
બોલે બજરંગબલી  ની જય  રહેના પીડા  ભક્તો સંગ
                              ……….. ઓ બજરંગબલી હનુમાન

——————————————————————————————-

October 26th 2008

ધનતેરસ

                  

                             ધનતેરસ

તાઃ૨૬/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આસો માસની અજવાળી રાત વીતીને અંધારા પથરાય
પવિત્ર હિન્દુ ધર્મ જગતમાં  આસો પવિત્ર માસ કહેવાય
                           …… જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
સુદએકમના પવિત્રદીને,બહેનો માતાને રાજી કરવા જાય 
નવરાત્રીના નવલાં દીવસોમાં, માતાજી જગતમાં હરખાય
માતાજીના આંગણે આવી, શુધ્ધ  ભાવથી ગરબે ઘુમે નાર
પામવા માની કૃપા જગતમાં,વ્રતોનાવહેણમાં સૌ મલકાય
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
શ્રાવણમાસની ઉજ્વળ સીમા પાર કરો ત્યાં ભાદરવો દેખાય
શ્રધ્ધા સ્નેહને પ્રેમની જ્વાળામાં ન્હાતા પાવન મનડાં થાય
પ્રભુ પ્રાર્થના ને હરિ  ભક્તિમાં જીવન ઉજ્વળ  સદાય  થાય 
માગતા માયા પ્રભુ ભક્તિની જે  જીવને મુક્તિ દેશે  તત્કાળ
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
અગ્યારસ નો દીન વીતે પછી વાઘબારસ પણ ઉજવાય
જગ સૃષ્ટિની પ્રણેતા મા લક્ષ્મીની પુંજા ધનતેરસે થાય
પંચામૃતથી સ્નાન કરાવી માની મનથી ભક્તિ છે કરાય
કંકુચોખા હાથમાં લઇને બારણે મા આવકારી ચાંલ્લાથાય
                           ……જગતમાં આસો માસ પવિત્ર કહેવાય

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

« Previous PageNext Page »