May 28th 2021

કૃપા મળી માતાની

***પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી લો આ ઉપાય | GUJARATI GYAN***

          .કૃપા મળી માતાની    

તાઃ૨૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમ પકડતા માતા સરસ્વતીની,પવિત્રકૃપા જીવનમાં મળી ગઈ
અદભુત કૃપાળુ માતા છે ભારતદેશમાં,જે ક્લમપ્રેમીઓથી દેખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
માતા અનંત કૃપાળુ ભક્તપર,જે શ્રધ્ધાથી માતાને વંદન કરી જાય
કલમને સંબંધછે મગજથી,જે માનવદેહને માતાની કૃપાએ મેળવાય
પવિત્રકૃપાએ માનવીને પ્રેરણા મળે,જે રચનાથી વાંચકો ખુશ થાય
એ પાવનપ્રેમ માતાની કૃપાએમળ્યો,જે મનથી પવિત્ર લેખ લખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
સરસ્વતીમાતાની પાવનકૃપા જીવને મળે,એ કુદરતનીલીલા કહેવાય
કલમ પકડતા માતા કૃપાકરે,જે રચનાને વાંચકોનો પ્રેમ મળી જાય
સંગીતની પાવનરાહ આપીછે,જે સંગીતકારોના સંગીતથી સંભળાય
અજબપ્રેમ જીવનમાંમળે શ્રધ્ધાથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
###########################################################

           

May 25th 2021

આંગળી પકડી

વર્ષો પહેલા જ હનુમાન ચાલીસા માં દર્શાવ્યું હતું સૂર્ય અને ધરતી વચ્ચેનું અંતર - Suvichar Dhara

.            આંગળી પકડી

તાઃ૨૫/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શ્રધ્ધાપ્રેમથી આંગળી પકડી,જીવનમાં પવિત્ર પવનપુત્ર હનુમાનની
પાવન પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્મા શ્રીરામની પવિત્રકૃપા થઈજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
ગદાપકડીને ચાલતા ભારતદેશમાં,હિંદુ ધર્મંની પવિત્ર ઓળખાણ કરીજાય
પવનપુત્રની લાયકાતહતી જીવનમાં,જે હવામાં ઉડીને સજીવનીલાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષમણને બેભાનથી બચાવવા,પર્વત લઈને આવી જાય
અજબ શક્તિશાળી હતા,જે આકાશમાં ઉડીને લંકામાં સીતાને શોધીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
શ્રી રામના પત્નિ સીતાજીને લંકાના રાજારાવણ,જંગલમાં લાવી મુકી જાય
હનુમાનએ પવિત્રકૃપાએ શોધીને,શ્રીરામ સહિત લક્ષ્મણને એ બતાવી જાય
રાજા રાવણના આ દુષ્કર્મથી બચાવવા,ભગવાનની પવિત્રરાહથી કૃપા થાય
શ્રીરામની કૃપાએ સીતાજીને બચાવી,લંકા સહિત રાવણનુ એ દહનકરીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
===============================================================

	
May 23rd 2021

પવિત્રકૃપા માતાની

++નવરાત્રીમાં રોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અને ચંદનનો ધૂપ કેમ કરવો જોઇએ? | use thses dhoop during Navratri++
.          .પવિત્રકૃપા માતાની

તાઃ૨૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ધરના મંદીરમાં ધુપદીપ કરી,દરરોજ માતાની પુંજા કરાય
મળેલ માનવદેહપર પવિત્રકૃપા દુર્ગામાતાની,જે પવિત્રજીવન આપી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહ પર પવિત્રકૃપા થાય
પવિત્ર શક્તિશાળી દુર્ગા માતા અનેક સ્વરૂપે,ભારતમાં જન્મ લઇ જાય
નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,માતા નવસ્વરૂપેજ દર્શન આપી જાય 
તાલીપાડીને ગરબેધુમતા નિખાલસ ભક્તોને,દાંડીયા રાસથી રમાડી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
અજબ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,જેમની પવિત્ર કૃપા ભક્તોપર થાય
માનવ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે ગત જન્મના કર્મથી મળતો જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,માતાનીપવિત્રકૃપા મળી જાય
જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે નિખાલસ ભાવનાથી પુંજન કરાવી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
##############################################################
May 21st 2021

પ્રેમ દીવાની મીરા

##ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ##

.          .પ્રેમ દીવાની મીરા

તાઃ૨૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
શ્રધ્ધા રાખીને ભજનકરી શ્રી કૃષ્ણને,કૃષ્ણ કનૈયાલાલથી બોલાવી જાય
પવિત્રપ્રેમથી માળા કરીને,પરમાત્માના લીધેલદેહની એ પુંજા કરી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
મળેલદેહપર પરમાત્માની કૃપામેળવવા,પવિત્રદેહને અંતરથી વંદન કરાય
જગતમાં પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
અનેક નામથી ભક્તો પુંજા કરે શ્રીકૃષ્ણની,એગોવિંદ ગોપાલાથીય પુંજાય
ભક્તિભાવનાથી ભજનગાતા મીરાબાઈ,હિંદુ ધર્મમાં સમજણ આપી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
ભક્તિનો સાગર એ પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં સુખ આપીજાય 
મળેલદેહનો સંબંધજીવનો અવનીપર,જે પવિત્રકર્મથી માનવતા મળી જાય
પવિત શ્રધ્ધાથી ભજન કરતા જીવના દેહપર,પાવનકૃપાથી પવિત્રકર્મ થાય
અજબકૃપા પ્રભુની મળે દેહને,જે જન્મ લઈ પધારે અંતે એમુક્તિ લઈજાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

May 21st 2021

ભજન સાથે ભક્તિ

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.           .ભજન સાથે ભક્તિ

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
શ્ર્ધ્ધારાખીને જીવન જીવતા માનવદેહપર,પરમાત્માનો પ્રેમ મળી જાય
સરળજીવનરાહ મળે દેહને,જે પ્રભુકૃપાએ ભજન સાથે ભક્તિ થઈજાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
પરમાત્માના પવિત્રદેહને ભજનથી વંદનકરતા,દેહનેઆશિર્વાદ મળી જાય
સમયની સાથે ચાલતા માનવદેહપર,પ્રભુના પ્રેમથી જીવનમાં શાંંતિ થાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ છે,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મળે,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
હિંદુ ધર્મમાં પરમાત્માની પ્રેરણા મળે,જે ભારતદેશથી પ્રભુકૃપા મેળવાય
કર્મ એ સમયનીકેડી દેહની,ઘરમાં પ્રભુની ભક્તિકરતા સમયથી સચવાય
શ્રધ્ધા રાખીને ધુપદીપથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપા મળીજાય
માનવદેહપર એ કૃપાજ છે,જે જીવનમાં ભજન સાથે ભક્તિ કરાવી જાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
***************************************************************

	
May 20th 2021

श्रध्धा और शबुरी

###OM Sai Ram Images & Shirdi Sai Ram Ki Photos Wallpaper###
.           .श्रध्धा और सबुरी

ताः२०/५/२०२१              प्रदीप ब्रह्मभट्ट        

मानवदेहको सांइबाबाने शेरडीसे प्रेम दीया,जो मानवता महेंकाते है
कुदरतकीये लीला है अवनीपर,जो जन्म मीलनेसे देहको मीलती है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
पावनकर्मनी राह पकडके जीनेसे,मानवदेहसे अनेकप्रेम मील जाता है
सांइबाबाने शेरडी आकर द्वारकामाईकी मददसे,पवित्रकर्मही कीया है
जीवको जन्ममीलनेसे देहमीलता है,येगतजन्मसे कीये कर्मसे मीलता है
हिंदु मुस्लीम धर्मनी नाकोइ अलगताहै,जो बाबाने मानवता समजाई है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
अवनीपर जीवको देहमीले येक्रुपा है,ना इसमे कोइधर्मकी तकलीफ है 
परमात्मापर श्रध्धारखे या सबुरीरखे,ये मळेलदेहपर पवित्रक्रुपा करते है
समयके साथ चलनेसे मानव जीवनमें,सत्कर्मका संगाथही मील जाता है
बाबाकी पवित्र क्रुपाहै अवनीपर,जो श्रध्धा शबुरीसे भक्तोको प्रेम देते है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
==========================================================

	
May 19th 2021

પવિત્રરાહ મળે

***આપનો સાથ : પ્રભુ કૃપા ક્યારે સંભવે ? ***

.           .પવિત્રરાહ મળે

તાઃ૧૯/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
ભજન અને ભક્તિને શ્રધ્ધાથી કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થાય
જીવને મળેલદેહને કર્મનોજ સંબંધ છે,જે જન્મમરણથી મળતો જાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
જન્મમળતા અવનીપર દેહ મળે જીવને,જે સમયની સાથે ચલાવી જાય
સુખદુઃખનો સંગાથ મળે દેહને જીવનમાં,નાકોઇજ દેહથી કદી છટકાય
માનવદેહને પાવન રાહ મળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,સવાર સાંજ પરમાત્માની પુંજા થાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
શ્રધ્ધા એજ મળેલદેહ પર કૃપા પ્રભુની,જે જીવનમાં શાંંતિજ આપી જાય
નાકોઈજ આશાઅપેક્ષા કે માગણી રહે,કૃપાએ પરમકૃપાનો અનુભવથાય
મળેલદેહનુ ભણતરએ ચણતર છે,જે દેહપર માતા સરસ્વતીની કૃપા થાય
જીવના મળેલદેહને સત્કર્મનો સાથમળે,એ ભજનભક્તિથી દેહને મળીજાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
#############################################################

	
May 18th 2021

જલાસાંઇની કૃપા

Om Jala Sai - Home | Facebook

.         .જલાસાંઇની કૃપા

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રદેહથી જન્મ લીધો વિરપુરમા,જે પવિત્ર સંત જલારામ કહેવાય
શેરડીગામમાં આવ્યા પાર્થીવગામથી,એ સંત સાંઇબાબાથીઓળખાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,ના કદી કોઇજ દેહથી છટકાય
પવિત્રરાહ ચીંધી વિરપુરમાં જલારામે,જે માનવદેહને ભોજનઆપીજાય
અન્નદાનની કૃપાકરી જે નિરાધારપર,એ પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહને સાચવવા જીવનમાં,સવારસાંજની સાથે રહેતા ભોજનકરાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની કૃપા થતા સાંઇબાબા શેરડી આવ્યા,એસંતથી ઓળખાય
મળેલ જન્મને સંબંધ સંસારનો,જે દેહ મળતા ધર્મકર્મને સમયે સમજાય
સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,ના હિંદુ મુસ્લીમ ધર્મથી દુર રહેવાય
માનવદેહને સમજીને ચાલતા,જીવનમાં શ્રધ્ધાસબુરીને સમજીનેજ જીવાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
May 18th 2021

શ્રધ્ધાપ્રેમ

## ગુરુવારે સાંઈપૂજામાં આ 10 વસ્તુઓનું ધ્યાન રાખો, થશે થશે તમારી મનોકામના પૂર્ણ##

.            .શ્રધ્ધાપ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માના પ્રેમની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં,સંત સાંઇબાબાની કૃપાએ સુખમળી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા છે ભારતમાં,જે શેરડીથી કૃપા કરી જાય
અવનીપરના જીવના આગમનને દેહમળે,એ ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,પ્રભુની ભક્તિથી કૃપા મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,ના કોઇ મોહમાયાનો સંબંધ અડી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
શ્રધ્ધાસબુરીથી પ્રેરણા આપી માનવદેહને,નાકોઇ ધર્મથી અલગ રહેવાય
હિંદુ મુસ્લીમ એતો દેહનો સ્પર્શ છે,જે બાબાએ પ્રેમની આંગળી ચીંધી
માનવજીવન એ પરમાત્માનીકૃપા છે,જે ધર્મકર્મથી દેહથી જીવન જીવાય
સત્કર્મથી જીવનજીવતા નિર્મળરાહ મળે,એજ માનવતાને પ્રસરાવી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
**************************************************************
May 15th 2021

ક્ળીયુગની કાતર

ભારત દેશ નુ માત્ર એક જ એવુ દેવાલય કે જ્યા ભગવાન હનુમાન પુજાય છે તેની પત્નિ  સાથે – GujjuBaba.com
.           .કળીયુગની કાતર

તાઃ૧૫/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

અજબકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
જન્મ મળે જીવને માનવદેહથી,એ ગત જન્મે થયેલ કર્મથી મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહને પવિત્રરાહ જીવનમાં મળે,જે શ્રધ્ધાભાવથી ભક્તિએ મેળવાય
જીવને મળેલદેહ અવનીપર એકર્મ આપી જાય,પ્રભુની પુંજાએ કૃપા થાય
પરમકૃપાળુ ભગવાનછે જગતમાં,એ અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
એ દેહથી પવિત્રકર્મનીરાહ આપી દેહને,ત્યાંજ પવિત્રભાવનાથી પુંજા થાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
અનેક દેહનો સંબંધ જીવને અવનીપર,જે અનેક સ્વરૂપે દેહને જન્મદઈ જાય
મનુષ્યના દેહને સમયની સમજણ પડે,પ્રાણી,પશુ,જાનવરને નાકાંઇ સમજાય
કુદરતની લીલાને નાકોઇ પકડી શકે,કે ના કદી કોઇ દેહથી તેનાથી છટકાય
એ પાવનકૃપાજ છે પરમાત્માએ લીધેલ દેહની,જે જીવને પાવનરાહે લઈ જાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
###############################################################
« Previous PageNext Page »