May 21st 2021

ભજન સાથે ભક્તિ

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.           .ભજન સાથે ભક્તિ

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
શ્ર્ધ્ધારાખીને જીવન જીવતા માનવદેહપર,પરમાત્માનો પ્રેમ મળી જાય
સરળજીવનરાહ મળે દેહને,જે પ્રભુકૃપાએ ભજન સાથે ભક્તિ થઈજાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
પરમાત્માના પવિત્રદેહને ભજનથી વંદનકરતા,દેહનેઆશિર્વાદ મળી જાય
સમયની સાથે ચાલતા માનવદેહપર,પ્રભુના પ્રેમથી જીવનમાં શાંંતિ થાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ છે,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મળે,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
હિંદુ ધર્મમાં પરમાત્માની પ્રેરણા મળે,જે ભારતદેશથી પ્રભુકૃપા મેળવાય
કર્મ એ સમયનીકેડી દેહની,ઘરમાં પ્રભુની ભક્તિકરતા સમયથી સચવાય
શ્રધ્ધા રાખીને ધુપદીપથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપા મળીજાય
માનવદેહપર એ કૃપાજ છે,જે જીવનમાં ભજન સાથે ભક્તિ કરાવી જાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
***************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment