May 6th 2021

. .સમયની સમઝણ
તાઃ૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને ચાલતા મહાત્માગાંધી,ભારતની શાન દુનીયામાં વધારી જાય
પવિત્રભારતદેશને આઝાદી અપાવી,જે ગુજરાતીઓની પવિત્ર શાન કહેવાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહનો,એ ગતજન્મના કર્મથીજ દેહ મેળવાય
ભારતદેશના ગુજરાતંમાં જન્મ મળેલદેહને,અજબ પવિત્રકર્મથી શાન મળીજાય
મહાત્માગાંધી એસામાજીક સેવા કરતાહતા,જે મોહનલાલ ગાંધીથી ઓળખાય
દેહમળ્યોદેશમાં જેસમયનેસમઝી ચાલતા,દેશને આઝાદીની આંગળીચીધી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતછે,જ્યા પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
મળેલ દેહને અવનીપર સંબંધ કર્મનો,જે જીવના દેહથી સમય સમજીને ચલાય
સ્વતંત્ર ભારતદેશને જનગણમન ગાઈને,દેશને ધ્વજ વંદન કરીને સલામ કરાય
ભારતના ગુજરાતીઓ જગતમાં અનેકરાહે કર્મ કરીને,દેશની શાન વધારી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
##################################################################
May 6th 2021
##
##
. .વિરપુરના વ્હાલા
તાઃ૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ પરમાત્માનો મળ્યો વિરપુરમાં,એ ઠક્કરકુળમાં જન્મ લઈ જાય
પ્રધાન ઠક્કરના કુળને આગળ લઈ જાય,જે રાજમાઈના દીકરા કહેવાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
પવિત્રભક્તિની રાહ પકડીને ચાલતા,ના માબાપનો પ્રેમ તેમને મળી જાય
જીવનમાં પ્રભુનીજ કૃપા મેળવવા રાહ મળી,જે મોહમાયાથી દુર લઈ જાય
પવિત્ર જીવન જીવતા નાઅપેક્ષા અડી જાય,કે નાકોઇ માગણી અડી જાય
પરમાત્માની કૃપા મળવા રાહ પકડી,એ મળેલદેહને સત્કર્મથી સમજાઈજાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
સમયની સાથેચાલતા દેહનેકર્મસ્પર્શી જાય,જે દુકાન ચલાવી ધંધો કરી જાય
મળેલ માનવદેહથી અનેક જીવપર કર્મ કરતા,સમાજથી એમને દુરલઈ જાય
સમાજથી દુર રહીને જીવતા,વ્હાલાકાકા તેમને દુકાનથી બહાર કાઢી જાય
અન્નદાનની રાહ પકડી સમયે,જેમા પત્નિ વિરબાઈ પવિત્ર મદદ કરી જાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
**************************************************************
May 6th 2021
+++
+++
. .સાંઇનો પ્રેમ
તાઃ૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા ંમળી સંત સાંઈબાબાની,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહને પાવનપ્રેરણા કરી,એ શ્રધ્ધાસબુરીથીજ દેહને મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
મારા જીવનમાં સમયે આંગણે આવીને,પરમપ્રેમની કૃપા કરી જાય
પવિત્ર દેહ લીધો પ્રભુએ,જે શેરડી આવી દ્વારકામાઈને મળી જાય
અવનીપર જીવને મળેલદેહને સમજાવવા,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
એજ જીવને જન્મથી મળેલદેહને,ના ધર્મનીકેડીનો સ્પર્શ અડી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
જીવને જન્મમરણનો સંબંધ રહે,જે મળેલદેહના કર્મથીજ મળતોજાય
આજકાલને ના કોઇ દેહ પકડી શકે,પ્રભુકૃપાએજ સમયને સમજાય
મળેલદેહને સંબંધપરિવારનો જે જન્મમળતા પરમાત્માની પ્રેરણાથાય
પવિત્રસંત સાંઈબાબાની પાવનકૃપા,તેમના પવિત્રપ્રેમથી મળી જાય
.....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ.
#############################################################