May 21st 2021

પ્રેમ દીવાની મીરા

##ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ##

.          .પ્રેમ દીવાની મીરા

તાઃ૨૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
શ્રધ્ધા રાખીને ભજનકરી શ્રી કૃષ્ણને,કૃષ્ણ કનૈયાલાલથી બોલાવી જાય
પવિત્રપ્રેમથી માળા કરીને,પરમાત્માના લીધેલદેહની એ પુંજા કરી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
મળેલદેહપર પરમાત્માની કૃપામેળવવા,પવિત્રદેહને અંતરથી વંદન કરાય
જગતમાં પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
અનેક નામથી ભક્તો પુંજા કરે શ્રીકૃષ્ણની,એગોવિંદ ગોપાલાથીય પુંજાય
ભક્તિભાવનાથી ભજનગાતા મીરાબાઈ,હિંદુ ધર્મમાં સમજણ આપી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
ભક્તિનો સાગર એ પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં સુખ આપીજાય 
મળેલદેહનો સંબંધજીવનો અવનીપર,જે પવિત્રકર્મથી માનવતા મળી જાય
પવિત શ્રધ્ધાથી ભજન કરતા જીવના દેહપર,પાવનકૃપાથી પવિત્રકર્મ થાય
અજબકૃપા પ્રભુની મળે દેહને,જે જન્મ લઈ પધારે અંતે એમુક્તિ લઈજાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

May 21st 2021

ભજન સાથે ભક્તિ

##જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે - Suvichar Dhara##

.           .ભજન સાથે ભક્તિ

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
શ્ર્ધ્ધારાખીને જીવન જીવતા માનવદેહપર,પરમાત્માનો પ્રેમ મળી જાય
સરળજીવનરાહ મળે દેહને,જે પ્રભુકૃપાએ ભજન સાથે ભક્તિ થઈજાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
પરમાત્માના પવિત્રદેહને ભજનથી વંદનકરતા,દેહનેઆશિર્વાદ મળી જાય
સમયની સાથે ચાલતા માનવદેહપર,પ્રભુના પ્રેમથી જીવનમાં શાંંતિ થાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ છે,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
પવિત્રકર્મ એ પરમાત્માની કૃપાએ મળે,જીવનમાં નાકોઇ અપેક્ષા રખાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
હિંદુ ધર્મમાં પરમાત્માની પ્રેરણા મળે,જે ભારતદેશથી પ્રભુકૃપા મેળવાય
કર્મ એ સમયનીકેડી દેહની,ઘરમાં પ્રભુની ભક્તિકરતા સમયથી સચવાય
શ્રધ્ધા રાખીને ધુપદીપથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપા મળીજાય
માનવદેહપર એ કૃપાજ છે,જે જીવનમાં ભજન સાથે ભક્તિ કરાવી જાય
...એ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય.
***************************************************************

	
May 21st 2021

પ્રેમનો સાગર

++++++

.            .પ્રેમનો સાગર

તાઃ૨૧/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીદગીની સફર છે નિરાળી,જે મળેલદેહને સમયની સાથે સમજાઇ જાય
દોડીને આવે આંગણે જીવનમાં,જે ભારતમાં પવિત્રપ્રેમની ગંગા વહીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
અજબલીલા અવનીપર મળેલદેહને મળે,જે મનુષ્ય પશુ પ્રાણીથી મેળવાય
જીવને સંબંધ કર્મથીમળે જે જન્મ મળે અનુભવાય,એ પાવનકૃપા કહેવાય
સુખદુઃખ એ સમયની કેડી સંગેજ ચાલે,જે જીવને જન્મમરણ આપી જાય
નાકોઇ જીવથી દુરરહેવાય,ભક્તિરાહે જીવતા દેહને પ્રેમનોસાગર મળીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
લાગણી એ નિખાલસ ભાવનાથી થાય,નાદેહને મોહમાયાની જરૂરપણ પડે
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,જ્યાં નિખાલસ ભાવનાથીજ જીવાય
રાધાકૃષ્ણનો પવિત્ર સંબંધ ગોકુળમાં,ના સમાજનો કદીકોઇ સંબંધ શોધાય
મળેલ દેહને પ્રેમનો સાગર મળે,ના મોહમાયા સંગે કોઇ અપેક્ષા અડીજાય
....દુનીયામાં માનવદેહપર દેખાવની રાહે,પ્રેમનો સાગર સમય સમયે વહેતો જાય.
#################################################################