May 14th 2021

પવિત્ર સાંકળ

ધનતેરસના રોજ રંગાવલીનું વિશેષ મહત્ત્વ - Sandesh

.           .પવિત્ર સાંકળ

તાઃ૧૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયનો સ્પર્શ થાય,જે પરમાત્માની કૃપા એ સમજાય
જીવને મળેલદેહને સમય સમજીને ચાલતા,થયેલ કર્મનો સંગાથ મળીજાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
જગતમાં ના કોઇની તાકાત છે,એ જીવને પરમાત્માની કૃપાથી અનુભવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે શ્રધ્ધારાખીને જીવતા પ્રભુનો પ્રેમ મળીજાય
નિખાલસપ્રેમની સાંકળ મળે દેહને,જે નાઆશા કેઅપેક્ષા જીવનમાં રખાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
કુદરતની લીલા છે ન્યારી જગતમાં,જે અજબકૃપા થયેલ કર્મથી મળતીજાય
માનવ જીવનમાં દેહને સમયની સાથે ચાલતા,નાકોઇ તકલીફ મળતી થાય
પાવનરાહની આંગળીચીંધે કૃપાએ,જે મળેલદેહના જીવનેસમજણ આપીજાય
સમયની સાંકળ ના કોઇથીય છુટે,પણ પવિત્ર સાંકળથી શાંંતિ મળી જાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
************************************************************