May 10th 2021

ભક્તિની રાહ

==gujarat culture these 10 amazing festivals of gujarat you should not miss | આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ==
.         .ભક્તિની રાહ

તાઃ૯/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કર્મનો સંબંધ એ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણથી સમજાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,એ મળેલ જન્મને મહેંકાવી જાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
મળેલ માનવદેહમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભક્તિથી પ્રભુકૃપા મળીજાય 
અજબક્રુપાળુ પરમાત્મા છે ધરતીપર,જે જીવને પાવનરાહ આપી જાય
મળે પવિત્રપ્રેમ જીવનમાં માનવદેહને,જ્યાંશ્રધ્ધાથી ભક્તિરાહ મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રખાય,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
જન્મમળતા જીવને માનવદેહમળે,એગતજન્મના કર્મથી જીવને મળીજાય
અવનીપરના આગમન પછીજ સમયને સમજતા,દેહથી પાવન કર્મ થાય
પરમાત્માની કૃપાએ દેહ લીધા ભારતમાં,જે અનેકદેહથી જન્મ લઈ જાય
અનેકદેવ અને દેવીઓથી પ્રભુકૃપાથઈ,એ પવિત્રભક્તિની રાહે દોરીજાય
.....પવિત્રકર્મની રાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહ મળી જાય.
############################################################
                  .