May 22nd 2021
******
. .પવિત્ર પકડ
તાઃ૨૨/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ નિખાલસ મળે માનવદેહને,જે જીવનમાં સુખસાગર વહાવી જાય
ના માગણી કે મોહ સાથે આશા રહે,એજ પરમાત્માની કૃપા કહેવાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
કુદરતની અદભુતલીલા અવનીપર,જીવને જન્મ મળતા દેહથી મેળવાય
મળેલદેહના મનને સમજણ મળે,જે નિખાલસ પ્રેમની પકડથી સમજાય
સમયનો સંબંધ મળેલદેહને,જે બાળપણ,જુવાની અને ધડપણ દઈજાય
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ધુપદીપથી પુંજા કરાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
માનવદેહને સંબંધ મળેલદેહનો,જે જન્મ મળતા કર્મસંગે જીવન જીવાય
કર્મનો સંબંધ એ દેહના ગતજન્મે,મળેલદેહના જીવનમાં સમયે સચવાય
અવનીપરના આગમને દેહમળે,જે પરિવાર સંગે સંબંધીઓ આપી જાય
પવિત્રકૃપા પ્રભુની મળેલદેહ પર,જીવનમાં પવિત્ર નિર્મળપ્રેમ મળી જાય
....જે જીવના મળેલદેહને અનંતશાંંતિ મળે,સંગે પવિત્ર પ્રેમની પકડ રહી જાય.
==============================================================
May 22nd 2021
######
. .રામભક્ત હનુમાન
તાઃ૨૨/૫/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન માતા અંજનીના સંતાન,જગતમાં હનુમાન કહેવાય
એજ પવનપુત્ર કહેવાય જે જીવનમાં,શ્રી રામના પરમભક્તથી ઓળખાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
પરમશક્તિશાળી ભક્ત શ્રી રામના,જે આકાશમાં ઉડી પર્વતને લાવી જાય
રામના ભાઈ લક્ષ્મણની બેહોશીને દુર કરવા,સંજીવની લાવીને આપી જાય
પરમકૃપા પિતા પવનદેવની મળી,જેઆકાશમાં ઉડી શ્રીરામનેમદદ કરી જાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા માટે,ઉડીને લંકામાં આવીને શોધી જાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
અયોધ્યાના રાજાના એ સંતાન,પણ સમયે જંગલમાં પત્ની સહિત ભટકી જાય
ભાઈ લક્ષ્મણ પણ સાથે જ હતા જંગલમાં,જે બેભાન થતા ધરતીપર પડીજાય
અજબશક્તિશાળી બજરંગબલી કહેવાય,એ શ્રીરામના પરમભક્ત પણ કહેવાય
અભિમાનની રાહ પકડીને ચાલતા,રાજા રાવણને લંકામાંજ બાળીને મારી જાય
... .પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
##################################################################