May 19th 2021

પવિત્રરાહ મળે

***આપનો સાથ : પ્રભુ કૃપા ક્યારે સંભવે ? ***

.           .પવિત્રરાહ મળે

તાઃ૧૯/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
ભજન અને ભક્તિને શ્રધ્ધાથી કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થાય
જીવને મળેલદેહને કર્મનોજ સંબંધ છે,જે જન્મમરણથી મળતો જાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
જન્મમળતા અવનીપર દેહ મળે જીવને,જે સમયની સાથે ચલાવી જાય
સુખદુઃખનો સંગાથ મળે દેહને જીવનમાં,નાકોઇજ દેહથી કદી છટકાય
માનવદેહને પાવન રાહ મળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,સવાર સાંજ પરમાત્માની પુંજા થાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
શ્રધ્ધા એજ મળેલદેહ પર કૃપા પ્રભુની,જે જીવનમાં શાંંતિજ આપી જાય
નાકોઈજ આશાઅપેક્ષા કે માગણી રહે,કૃપાએ પરમકૃપાનો અનુભવથાય
મળેલદેહનુ ભણતરએ ચણતર છે,જે દેહપર માતા સરસ્વતીની કૃપા થાય
જીવના મળેલદેહને સત્કર્મનો સાથમળે,એ ભજનભક્તિથી દેહને મળીજાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
#############################################################