પવિત્ર સંતાન
##
. .પવિત્ર સંતાન તાઃ૪/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતદેશમાં જન્મ લીધો પરમાત્માએ,જે શંકર ભગવાનથી ઓળખાય ભુમીને પવિત્ર કરવા ગંગાનદીને વહાવી,એ પવિત્રશક્તિશાળી કહેવાય ....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય. પવિત્રદેહથી જન્મ્યા જેમને હિમાલયની પુત્રી,પાર્વતી જીવનસંગીની થાય પરમાત્માએ પવિત્રદેહથી ભારતની ધરતી,સંગે હિંદુધર્મને પવિત્રકરી જાય પવિત્રકુળને આગળ લઈ જતા,અજબશક્તિશાળી શ્રીગણેશનો જન્મથાય ગજાનંદ શ્રીગણેશના નામનીસાથે,તે ભાગ્યવિધાતા ગજાનંદ પણ કહેવાય ....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય. શંકરભગવાનને ૐ બંમબંમ ભોલે મહાદેવ,શિવલીંગપર દુધઅર્ચના કરાય માતા પાર્વતીને ધુપદીપ કરી વંદન કરી, ભોલેનાથની પત્નિ તરીકે પુંજાય પવિત્રસંતાન શ્રી ગણેશ જન્મ્યા,પછી કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથાય હિંદુધ્ર્મમાં પવિત્ર કુળ શંકરપાર્વતીનુ કહેવાય,જે પ્રભુના દેહથી ઓળખાય ....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય. ગણપતિને સિધ્ધીવિનાયકથી વંદનકરાય,એ મળેલ દેહ પર કૃપા કરી જાય માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાંૐ ગંગણપતયે નમો નમઃથી પુંજાય પવિત્રકુળને આગળ લઈ જવા,શ્રી ગણૅશ રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈજાય માનવદેહ મળે અવનીપર,જે શ્રધ્ધાથી કરેલભક્તિથી જીવને મુક્તિ મળીજાય ....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય. ****************************************************************