May 25th 2021

આંગળી પકડી

વર્ષો પહેલા જ હનુમાન ચાલીસા માં દર્શાવ્યું હતું સૂર્ય અને ધરતી વચ્ચેનું અંતર - Suvichar Dhara

.            આંગળી પકડી

તાઃ૨૫/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શ્રધ્ધાપ્રેમથી આંગળી પકડી,જીવનમાં પવિત્ર પવનપુત્ર હનુમાનની
પાવન પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્મા શ્રીરામની પવિત્રકૃપા થઈજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
ગદાપકડીને ચાલતા ભારતદેશમાં,હિંદુ ધર્મંની પવિત્ર ઓળખાણ કરીજાય
પવનપુત્રની લાયકાતહતી જીવનમાં,જે હવામાં ઉડીને સજીવનીલાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષમણને બેભાનથી બચાવવા,પર્વત લઈને આવી જાય
અજબ શક્તિશાળી હતા,જે આકાશમાં ઉડીને લંકામાં સીતાને શોધીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
શ્રી રામના પત્નિ સીતાજીને લંકાના રાજારાવણ,જંગલમાં લાવી મુકી જાય
હનુમાનએ પવિત્રકૃપાએ શોધીને,શ્રીરામ સહિત લક્ષ્મણને એ બતાવી જાય
રાજા રાવણના આ દુષ્કર્મથી બચાવવા,ભગવાનની પવિત્રરાહથી કૃપા થાય
શ્રીરામની કૃપાએ સીતાજીને બચાવી,લંકા સહિત રાવણનુ એ દહનકરીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
===============================================================

	
May 25th 2021

સિધ્ધીવિનાયક

દાદાજી ની લાકડી : ગણપતિ < ૩ > સિદ્ધિવિનાયક મંત્ર.

.         .સિધ્ધીવિનાયક

તાઃ૨૫/૫/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીપર માતા પાર્વતી,અને પિતા શંકરભગવાનથી જન્મી જાય
પવિત્રશક્તિશાલી એ સંતાન થયા,જેમને જગતમા ભાગ્યવિધાતા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાર્વતીમાતાના એ ગૌરીનંદન છે,અને શક્તિશાળીપિતા ભોલેનાથ કહેવાય 
પવિત્રકુળમા જન્મ લીધો શ્રી ગણેશથી,અને ભાઈ કાર્તિકેયથી જન્મી જાય
જગતમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાવહાવીજાય
પવિત્રપ્રેમ મળ્યો શ્રીગણેશને માતાનો,એ માનવ દેહના ભાગ્યવિધાતા થાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
કુદરતની અજબકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
શંકરભગવાનથી દેહ લીધો,જે માથા પરથી પવિત્ર ગંગા નદીને વહાવી જાય
કુળને આગળ લઈજવા એ હિમાલયનીપુત્રી,પાર્વતીના પતિદેવપણ થઈ જાય
ગણપતિના જીવનમાં રિધ્ધીસિધ્ધીએ પત્નિઓથઈ,જે ગણેશની કૃપા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાવનપ્રેમ મળે માબાપનો સંતાનને,જે પવિત્ર જીવનની સાચીરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એ સંતાન પણ કહેવાય,જે ભારતમાં હિંદુધર્મમાં પુંજા પામી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી પુંજા કરાવતા,શ્રી ગણેશ સિધ્ધીવિનાયક પણકહેવાય
જે વિઘ્નહર્તા શ્રી ગણેશ સંગે ભાગ્યવિધાતા,શ્રી ભોલેનાથના સંતાનથીય પુંજાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
**************************************************************