May 23rd 2021

પવિત્રકૃપા માતાની

++નવરાત્રીમાં રોજ સવાર-સાંજ ઘરમાં ગુગળ અને ચંદનનો ધૂપ કેમ કરવો જોઇએ? | use thses dhoop during Navratri++
.          .પવિત્રકૃપા માતાની

તાઃ૨૩/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ધરના મંદીરમાં ધુપદીપ કરી,દરરોજ માતાની પુંજા કરાય
મળેલ માનવદેહપર પવિત્રકૃપા દુર્ગામાતાની,જે પવિત્રજીવન આપી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,માનવદેહ પર પવિત્રકૃપા થાય
પવિત્ર શક્તિશાળી દુર્ગા માતા અનેક સ્વરૂપે,ભારતમાં જન્મ લઇ જાય
નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,માતા નવસ્વરૂપેજ દર્શન આપી જાય 
તાલીપાડીને ગરબેધુમતા નિખાલસ ભક્તોને,દાંડીયા રાસથી રમાડી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
અજબ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં,જેમની પવિત્ર કૃપા ભક્તોપર થાય
માનવ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે ગત જન્મના કર્મથી મળતો જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,માતાનીપવિત્રકૃપા મળી જાય
જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે નિખાલસ ભાવનાથી પુંજન કરાવી જાય
....જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળે,માતાનીકૃપાએ ના મોહમાયા અડી જાય.
##############################################################