May 2nd 2021

જલાની જ્યોત

##પુજ્ય શ્રી જલારામ બાપા નો ઈતિહાસ : વીરપુર - Patel News##
.           .જલાની જ્યોત

તાઃ૨/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના એ વૈરાગી કહેવાય,સંગે પત્નિ વિરબાઈના પતિદેવ કહેવાય
એવા પરમાત્માના એ લાડલા થાય,જે ભુખ્યાને ભોજન એઆપી જાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પરમાત્માએ આંગળી ચીંધી જીવનમાં,જે ભક્તોને અનાજ અપાવી જાય
વિરપુરમાં પવિત્ર ભક્ત જલારામ થયાં,સંગે પત્નિ વિરબાઈ આવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,દુકાન ચલાવી ગ્રાહકને ખુશ કરીજાય
એ ભગવાનના વ્હાલા સંત થયા,જે જીવનમાં પવિત્રકર્મ કરી ખુશ થાય 
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પ્રેરણા પરમાત્માએ કરી જીવનમાં,જે માનવદેહને પાવનકર્મથીજ સમજાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહીજાય,પત્નિ વિરબાઈનો સંગાથમળી જાય
કુદરતની આકૃપા ભારતદેશમાં,જે પરમાત્મા અનેકદેહથી ભક્તિએ પ્રેરીજાય
મળેલ માનવદેહના જીવને અંતે મુક્તિ મળી જાય,જે જન્મમરણ છોડીજાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
***********************************************************
May 2nd 2021

સમયની સમજ

**જીવનની તમામ બાધાઓ દુર કરશે વેદમાતા ગાયત્રીનો આ મંત્રજાપ - આ રીતે જાપ કરવાથી દુઃખ દુર થશે**
.           .સમયની સમજ

તાઃ૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મ મળતા માનવદેહ મળી જાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે દેહને સમયની સમજ આપીજાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
જીવને સંબંધ છે ગતજન્મના કર્મથી,ના કોઇથીય સમયને છોડાય
માગણી મોહ એ કળીયુગની ચાદર,જે મળેલદેહને ઓઢીને ચલાય
કર્મનો સંબંધ જીવને જે અવનીપર,આવનજાવનથી સમજાઈ જાય
નાકોઇજ જીવથી છટકાય,એ પ્રભુનોદેહ કે માનવીનો દેહ કહેવાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
મળેલમાનવદેહને સમજણનો સંગાથમળે,જે સમયસંગે દેહને લઈજાય
ભણતર ચણતર એ ઉંમરથી મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
દેહપર પરમાત્માની કૃપા થાય,જ્યાં શ્રધ્ધારાખીને વંદનકરી પુંજા થાય
જીવનાદેહને ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇમોહ અડી જાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
###########################################################
May 2nd 2021

પવિત્રપ્રેમ મળે

**હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti**

.          .પવિત્રપ્રેમ મળે 

તાઃ૨/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
      
અજબશક્તિશાળી હિંદુ ધર્મમાં,જે ભારતમાં પવનપુત્રથી ઓળખાય
પવિત્ર ભાવનાથી દેહમળ્યો,જે શ્રીરામને મદદકરી રાવણને મારીજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે સમયે શ્રીરામ લક્ષ્મણ કહેવાય
શ્રીરામના પત્નિ સીતા કહેવાય,જેને લંકાનારાજા રાવણ ઊઠાવી જાય
જંગલમાં મુકી દીધા સીતાજીને લાવીને,જે હનુમાન ઉડીને શોધી જાય
પ્રભુશ્રીરામ અને ભાઈ લક્ષ્મણને,ઉડીનેલાવ્યા જ્યાં સીતાજી મળી જાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
શ્રીરામની કૃપાએ અંજનીપુત્ર મહાવીરથયા,જે રામના ભક્ત થઈ જાય
આકાશમાં ઉડીનેમદદકરી રામને,જગતમાં અજબશક્તિશાળી કહેવાય
મળેલદેહને પાવનકર્મનો સંગાથ મળે,જે ભક્તોનો પવિત્રપ્રેમથી દેખાય
પરમકૃપાળુ શ્રી રામના ભકત,જે ૐ હં હનુમંતે નમો નમઃથીજ પુંજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
###########################################################