May 2nd 2021

જલાની જ્યોત

##પુજ્ય શ્રી જલારામ બાપા નો ઈતિહાસ : વીરપુર - Patel News##
.           .જલાની જ્યોત

તાઃ૨/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના એ વૈરાગી કહેવાય,સંગે પત્નિ વિરબાઈના પતિદેવ કહેવાય
એવા પરમાત્માના એ લાડલા થાય,જે ભુખ્યાને ભોજન એઆપી જાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પરમાત્માએ આંગળી ચીંધી જીવનમાં,જે ભક્તોને અનાજ અપાવી જાય
વિરપુરમાં પવિત્ર ભક્ત જલારામ થયાં,સંગે પત્નિ વિરબાઈ આવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,દુકાન ચલાવી ગ્રાહકને ખુશ કરીજાય
એ ભગવાનના વ્હાલા સંત થયા,જે જીવનમાં પવિત્રકર્મ કરી ખુશ થાય 
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પ્રેરણા પરમાત્માએ કરી જીવનમાં,જે માનવદેહને પાવનકર્મથીજ સમજાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહીજાય,પત્નિ વિરબાઈનો સંગાથમળી જાય
કુદરતની આકૃપા ભારતદેશમાં,જે પરમાત્મા અનેકદેહથી ભક્તિએ પ્રેરીજાય
મળેલ માનવદેહના જીવને અંતે મુક્તિ મળી જાય,જે જન્મમરણ છોડીજાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
***********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment