May 26th 2021

કૃપા મળી ગઈ

***માતા લક્ષ્મીને ખુબજ પ્રિય હોય છે આ દસ ટેવો વાળી સ્ત્રીઓ,જો આવી પત્ની મળી ગઈ તો - જાણવા જેવું.***

            .કૃપા મળી ગઈ      
તાઃ૨૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહના જીવને સંબંધ કર્મનો,જે ધરતીપર આગમનવિદાયથી દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જે દેહના પાવનકર્મથી કૃપા કરી જાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય. 
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ સમયસંગે થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પવિત્રકૃપા જીવપર,જે દેહ મળતા સમયને સમજીને ચલાય
મળે માતાનોપ્રેમ દેહને જીવનમાં,એ સંતાનની લાયકાત પુંજાએ મેળવાય
પ્રભુનાપવિત્રદેહની પાવનકૃપા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી વંદન કરાવીજાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
કર્મ એસંબંધ જીવને મળેલ દેહને અવનીપર,સમય સંગે ચાલતા સમજાય
પરમાત્માએ દેહલીધા ભારતદેશમાં,એમાનવદેહને ભક્તિમાર્ગ બતાવીજાય
શ્રધ્ધા ભાવનાથી ઘરમાંજ ધુપદીપ કરી,વંદન કરતા પ્રભુની પુંજન કરાય
માતાના પવિત્ર દેહને વંદન કરતા,મળેલ દેહપર પવિત્રકૃપાની વર્ષા થાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
===============================================================
May 26th 2021

મમ્મી એ માતા

 
.           .મમ્મી એ માતા

તાઃ૨૬/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર હિંદુ ધર્મ છે જગતમાં,જે મળેલદેહને પાવનકર્મથી સુખ આપી જાય
અનંતકૃપાળુ લક્ષ્મીમાતા છે અવનીપર,એ માનવદેહપર ધનકૃપા કરી જાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપ કરી વંદન કરાય,ત્યાં માતાનાપ્રેમની કૃપાથાય
જીવને મળેલ માનવદેહને સત્કર્મની પ્રેરણા થાય,નાઅપેક્ષાઆશા અડી જાય
મળેલ દેહપર માતાની પ્રેમનીકૃપા,જ્યાં માતાના મમ્મીના રૂપથી દર્શનકરાય
દુનીયામાં બધાદેશોમાં માનવદેહ જીવેછે,તેમના થયેલકર્મપર પાવનકૃપા થાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
મને જીવનમાં મળી મમ્મીની કૃપા,જે પરિવાર સહિત સૌને અનંત આનંદથાય
એ પવિત્રકૃપા મળે જીવનમાં,જે માતા અને મમ્મીના આશિર્વાદથી મળી જાય
જીવને મળેલદેહને જીવનમાં સુખઅનેશાંંતિ મળે,એ માતાના પ્રેમની વર્ષા થાય
અજબશક્તિશાળી માતા છે,જે માનવદેહને જીવનમાં નાકોઇ આફત મળીજાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
###################################################################