July 24th 2012
. .પવિત્ર માસ
તાઃ૨૪/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મતીને મળે ગતિ જીવનમાં,જ્યાં મનથી મહેનત થાય
સરળતાની મળી જાય સાંકળ,જ્યાં ભક્તિ સાચી થાય
. …………………. મતીને મળે ગતિ જીવનમાં.
મળેલ જન્મ સાર્થક થઇજાય,જ્યાં સરળ જીવન જીવાય
કર્મના બંધન સાચવી ચાલતાં,માનવતાય મહેંકી જાય
ભક્તિ કેરા સંગથી જીવનમાં,મળેલ જન્મ સફળ દેખાય
હિન્દુ ધર્મની સુંદર કેડી,પવિત્ર શ્રાવણ માસે જ મહેંકાય
. …………………….મતીને મળે ગતિ જીવનમાં.
સુર્યોદયનો સહવાસ મળતાં,પ્રભાતે પુંજન અર્ચન થાય
વ્રતઉપવાસની કેડીને પકડતાં,ધન્ય જીવન થતુ દેખાય
સતત સ્મરણ પ્રભુનુંકરતાં,જીવેઅનંત શાંન્તિ મળીજાય
ઉજ્વળ રાહ મળતાં અવનીએ,આજન્મ સફળ થઈ જાય
. …………………….મતીને મળે ગતિ જીવનમાં.
***************************************************
July 23rd 2012
. .પ્રેમથી ભક્તિ
તાઃ૨૩/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ ભાવથી ભક્તિ કરતાં,પ્રભુ કૃપાજ થઈ જાય
શ્રધ્ધા રાખી પ્રભુને ભજતાં,જન્મ સફળથઈ જાય
. ……………….પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
મોહ માયાને દુર કરતાં,જીવને શાંન્તિ મળી જાય
આધીવ્યાધીને આઘી મુકતાં,નિર્મળ જીવન થાય
લીલાકુદરતનીઅવનીએ,સાચીભક્તિએ સમજાય
શાંન્તિનોસહવાસ મળતાં,જીવને મુક્તિમળી જાય
. ………………..પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
સરળ જીવનની સાચી કેડી,પ્રભુભક્તિએ મેળવાય
નિર્મળતાના વાદળવરસે,ને પ્રેમ સૌનો મળીજાય
પ્રભુકૃપાની હેલી મળતાં,કળીયુગ દુર ભાગી જાય
આવીઆંગણે મળે પ્રેમપ્રભુનો,એજભક્તિ કહેવાય
. …………………પ્રેમ ભાવથી ભક્તિ કરતાં.
+++++++++++++++++++++++++++++
July 22nd 2012

.
.
.
.
.
. .શેરડી ધામ
તાઃ૨૨/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇનામનું ગુંજન સાંભળી,મન મારું મલકાય
શેરડીધામે સાંઇને જોતાં,જન્મસફળ થઈ જાય
. ……………….સાંઇનામનું ગુંજન સાંભળી.
પ્રેમ મળે સાંઇબાબાનો,ત્યાં માનવજાત હરખાય
ભેદભાવને દુરકરી જીવો,પ્રભુકૃપા મેળવતાજાય
માનવતાની મહેંક પ્રસરાવી,બાબાએ દીધી રાહ
પ્રેમ ભક્તિની રાહ મળતાં,સૌ દર્શન કરતા જાય
. ………………..સાંઇનામનું ગુંજન સાંભળી.
સાંઇસાંઇની ધુનકરતાં,માનવીને સ્નેહ મળી જાય
સરળ જીવનની સાંકળ જોતાં,બાબા ખુબ હરખાય
સાંઇ સ્મરણની એક જ લીલા,ના ભેદભાવ દેખાય
ભક્તિ જીવની સંગે રાખતાં,મોહમાયા ભાગી જાય
. …………………સાંઇનામનું ગુંજન સાંભળી.
=================================
June 17th 2012

.
.
.
.
.
.
.
.
.
. .બાબાને શરણે
તાઃ૧૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણે તમારે આવ્યો બાબા,દેજો જીવને ભક્તિ પ્રેમ
સદા જીવનમાં સાથે રહીને,કરજો કૃપા મહેર અનેક
. ……………..શરણે તમારે આવ્યો બાબા.
ભક્તિપ્રેમની કેડી આપી,શ્રધ્ધા રાખી મનથી મેં એક
મળશે પ્રેમ બાબાનો અમને,એજ જીવનમા મારીટેક
. ……………..શરણે તમારે આવ્યો બાબા.
શરણુંતમારું લીધું મનથી,સંતાન સહિત કરીએ પ્રેમ
નિર્મળપ્રેમની વર્ષા કરજો,સદા માગું છું મનથી એમ
. ……………….શરણે તમારે આવ્યો બાબા.
કૃપા તમારી અનુભવુ છું,મનને શાંન્તિ મળે છે અનેક
દર્શન કરવા હૈયુ તરસે,આવો બાબા પ્રેમે અમારે ધેર
. ………………..શરણે તમારે આવ્યો બાબા.
જીવનેદેજો શક્તિ ભક્તિની,જે તનમને શાંન્તિ દે છેક
જન્મમરણની કેડીછોડી,બાબાખોલજો મુક્તિદ્વાર એક
. …………………શરણે તમારે આવ્યો બાબા.
દર્શન કરવા આંખો તરસે,અનુભુતિ હૈયામાં થાય શ્વેત
દેહ ધરેલ અવનીએ બાબા,જોવા મનડુ ચાહે એજ ટેક
. ………………..શરણે તમારે આવ્યો બાબા.
+++++++++++++++++++++++++++++++++++++++
June 12th 2012
. .પ્રેમાળ દ્રષ્ટિ
તાઃ૧૨/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતનીકાતર નિરાળી,એ કર્મના બંધને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એ દ્રષ્ટિ પ્રેમાળ કહેવાય
. …………………કુદરતની કાતર નિરાળી.
જાગી રહેતા જીવને જગતમાં,અનેક દેહ ફરતા દેખાય
કર્મના બંધન એ કાતર જીવની,જે જીવને જકડી જાય
ભક્તિપ્રેમની નિર્મળ રાહે,જીવને માનવતા મળી જાય
નિર્મળસ્નેહની ગંગાવહે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિથાય
. ………………….કુદરતની કાતર નિરાળી.
માગી લીધો જ્યાં પ્રેમ જીવે,જે અનેક રીતે મેળવાય
શાંન્તિને સંગાથ લઈઆવે,સાચો નિર્મળપ્રેમ કહેવાય
દેખાવની દુનીયાનોપ્રેમ,જે સમયઆવતા ભાગીજાય
નામળેજ્યાંમાગણી મનકરે,એ દેખાવનોપ્રેમ કહેવાય
. …………………..કુદરતની કાતર નિરાળી.
===================================
June 7th 2012
. .મળી જાય
તાઃ૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ પાછળ અંધકાર દીસે,જ્યાં સર્જનહારને વિસરાય
ઉજ્વળકેડી મળીજાયજીવે,જ્યાં જલાસાંઈની ભક્તિથાય.
. ………………..આગળ પાછળ અંધકાર દીસે.
અંતરયામી છે અવિનાશી,જીવના ખોલે છે એ મુક્તિદ્વાર
આવીઆંગણે પ્રેમ વરસાવે,જ્યાં ભક્તિથીપ્રેમ મેળવાય
દાનપેટીમાં દાન મુકતાં કળીયુગે,અપેક્ષા અનેક રખાય
આજે મળશે કાલે મળશે રાહ જોતાં,જીવન પુરૂ થઈ જાય
. …………………આગળ પાછળ અંધકાર દીસે.
સમજણ સાચી મળે દેહને,જ્યાં દેહે વડીલને વંદન થાય
મળેપ્રેમ અલભ્ય દેહને જીવનમાં,જેને લાયકાત કહેવાય
આશીર્વાદની સાચી રાહથી,જીવનો જન્મ સફળ પણથાય
આજકાલની નારાહ જોતાં જીવને,સ્વર્ગીય સુખ મળીજાય
. …………………આગળ પાછળ અંધકાર દીસે.
++++++++++++++++++++++++++++++++++++
June 3rd 2012
. .અગમ નિગમ
તાઃ૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગમ નિગમના ભેદ અનોખા,ના જાણી શકે જગમાં કોઇ છેક
ભક્તિની શક્તિની છે એ ભેંટ,ના સમજાવી શકે જીવનમાં એક
. ………………..અગમ નિગમના ભેદ અનોખા.
સરળ જીવનની શીતળ કેડી,જ્યાં જીવને મળે પ્રેમની જ્યોત
સાચી સેવા જલાસાંઇની કરતાં,ઉગારે જીવને જન્મોથી છેક
મળતી માયા ભાગે છે દુર,એજ જગે છે અગમ નિગમના ભેદ
મનથીજ કરેલ ભક્તિ જીવનમાં,ના અટકે જીવ જગતમાં નેક
. …………………અગમ નિગમના ભેદ અનોખા.
આંગળી ચિંધી અણસાર દઇ દે,જે ભક્તિની સમજે સમજાય
નિર્મળ ભાવના ને નિખાલસ પ્રેમ,એજ પરમાત્માની છે દેણ
મળશે માયા વણ માગી જગે,જે કળીયુગી કથા જ સમજાય
જ્યાં સુધી એ સંભળાશે કાને,ના મળશે દેહને કોઇ સાચો સ્નેહ
. ………………..અગમ નિગમના ભેદ અનોખા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 29th 2012
. .ગૌરીપુત્ર
તાઃ૨૯/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદની અસીમ કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
મળી જાય કૃપા ગૌરીપુત્રની,ના અપેક્ષા જીવનમાં રખાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
અવનીપરના આગમનને,ગજાનંદની કલમથી સહેવાય
મળે માનવદેહે જન્મ,કૃપાએ અંતીમ જન્મ પણ થઈજાય
આવતી તકલીફોને દુરકરે,જ્યાં સાચી શ્રધ્ધાએજ ભજાય
ગણપતિની એકજ દ્રષ્ટિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
રિધ્ધિ સિધ્ધિની અસીમ કૃપાએ,માનવી મન મહેંકી જાય
આવીઆંગણે પ્રેમમળેસૌનો,જીવની લાયકાત બની જાય
ગજાનંદની એકજ કલમે,જીવના જન્મમરણ અટકી જાય
મુક્તિમાર્ગ મળતાંજીવને,ના અવનીએ આંટીઘુંટી બંધાય
. ………………..ગજાનંદની અસીમ કૃપાએ.
===================================
May 27th 2012
. .જલાસાંઇથી પ્રાર્થના
તાઃ૨૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને દેજો પ્રેમ ભક્તિથી,ના મોહમાયા અથડાય
પળપળને સંભાળી લેજો,એજ પ્રાર્થના મારી આજ
. ……………….જીવને દેજો પ્રેમ ભક્તિથી.
ભક્તિ ભાવને સંગે રાખી,નિર્મળ સ્મરણ કરુ હુ આજ
સેવાસ્વીકારી પ્રદીપ રમા રવિની,દેજો મુક્તિમાંસાથ
આજકાલનો ના છેમોહ મને,કેનાદેખાવની દુનીયામાં
મળે જલાસાંઇની એકજ કૃપા,નામાગુ બીજુકંઇ આજ
. ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.
પ્રેમની સીડી મળતી રહે,એજ અપેક્ષા મારી હરવાર
જન્મમરણથી મુક્તિમાગું,સેવાકરતાં હુંમનથી સવાર
આવજો મારે બારણે પ્રેમે,ઇચ્છા જીવનમાં એકજ આ
રહેજો સંગે પળેપળ અમારી,ના કળીયુગથી અથડાય
. ………………..જીવને દેજો પ્રેમ ભક્તિથી.
====================================
May 21st 2012
. .ઘંટનાદ
તાઃ૨૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારમાં જ્યાં નાદ પડ્યો,ત્યાં જાગી ગયા છે સૌ
મળેપ્રેરણા અંતરમાં ભક્તિની,એ જોઇનેજ હુ કહુ
. ……………..સવારમાં જ્યાં નાદ પડ્યો.
મળતાં પ્રેમ જલાસાંઇનો,જીવને જન્મે શાંન્તિ થઈ
અંતરમાં મળતી ઉર્મીઓને,આંખોથી જોવાઇ ગઈ
માનીમમતા મળેસંતાને,ને પ્રેમપિતાનો મળીજાય
સંસારમાં મળતા સ્નેહી જનોના,હૈયા ઉભરાઇ જાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
પ્રભાતપહોર ને ઘંટનાદ,એકર્ણથી રાહ આપી જાય
જન્મ સફળની કેડી લેવા,જલાસાંઇની ભક્તિ થાય
ભોલેનાથની કૃપાઅનોખી,જે સાચીભક્તિથીલેવાય
અંત દેહનો ઉજ્વળ થાશે,જ્યાંજીવ ભક્તિએ બંધાય
. ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
+++++++++++++++++++++++++++++++++++++=