May 8th 2010
ચાર ધામ
તાઃ૮/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના આગમને,જીવને મળી જાય સોપાન
સમજી વિચારી પ્રભુ ભક્તિએ,મળી જાય ચાર ધામ
………..અવની પરના આગમને.
જન્મમળે જ્યાં જીવને માનવીનો,એપ્રભુકૃપા કહેવાય
આવે અવનીએ સંતાનબની,જે માબાપ થકી લવાય
પ્રેમમળે માબાપનો દીલથી,ત્યાં સંતાનપ્રેમ સહેવાય
સેવાકરવી મનથી માબાપની,એ પ્રથમધામ કહેવાય
……….અવની પરના આગમને.
કર્મના બંધન વર્તનથી છે,જે ઉંમરે જ અડકતા થાય
જુવાનીના જોશમાં કર્મ સંગે,વાણી વર્તનને કેળવાય
ગુરુજીનાજ્ઞાનની દ્રષ્ટિએ,જીવનમાં શાંન્તિને મેળવાય
વંદનકરતાં ઉજ્વળ જીવન,જીવનુ બીજુધામ કહેવાય
………અવની પરના આગમને.
સંસારની કેડી વાંકીચુકી ભઇ,જે સંસારીને જ સમજાય
ડગલુ એક માંડતાવિચારે,તો પવિત્ર કર્મો જ થઇ જાય
મોહમાયાને બાંધી રાખતાં,જીવનમાં સત્કર્મો મેળવાય
પવિત્ર જીવન જીવને મળે,જે જગે ત્રીજુધામ કહેવાય
………..અવની પરના આગમને.
ભક્તિ એ સંસ્કારનું ચણતર.જે બાંધેછે શાંન્તિની પાળ
મુક્તિ જીવનીસંગે જરહે,કૃપામળતાં નાલાગે ત્યાં વાર
મંદીર મસ્જીદ દુર રહે,જ્યાં ધરમાં સાચી ભક્તિ થાય
ધરના પારણે જ્યાં પ્રભુ ઝુલે,એ જ ચારધામ કહેવાય
………..અવની પરના આગમને.
=============
May 4th 2010
પ્રભુની ઓળખ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇથી આંગળી ચીંધાય,કે ના કોઇથી એ દેખાય
સૄષ્ટિના કર્તાની અજબલીલા,જે કૃપા થકી મેળવાય
…………ના કોઇથી આંગળી ચીંધાય.
અવનીપર આવેલ આ દેહને,કર્મ જન્મનો છે હિસાબ
કેવો,ક્યાંથી આવ્યોજીવ,એતો તેના વર્તનથી દેખાય
પરમાત્માની આઅકળલીલા,ના કપડાંથી ઓળખાય
સાર્થકજીવન કરવા જીવથી,સાચી માનવતા વર્તાય
…………ના કોઇથી આંગળી ચીંધાય.
લાકડી ટેકો મળતાં દેહને,ચાલવાનું સરળ થઇ જાય
ભક્તિકેરા ટેકાથી જીવ જગે,પવિત્ર કર્મ કરતો જાય
માળા એ સહવાસબને,ને પુંજન અર્ચન એ સથવાર
સાથે આવેએ જીવની જગે,જ્યાં પ્રભુની ઓળખ થાય
………..ના કોઇથી આંગળી ચીંધાય.
————————————————
May 4th 2010
ભક્તિનું પરિણામ
તાઃ૪/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ એ તો બારણુ છે,ને પુંજન તો છે સોપાન
જન્મ મળતા જીવને જગમાં.મળી જાય સથવાર
…………ભક્તિ એ તો બારણુ છે.
સાર્થક જીવનનો સંકેતમળે,જ્યાં મળી જાય કરતાર
ડગલે પગલે સ્મરણરહે,ને ત્યાં પ્રભુ ભક્તિ સહવાય
મનને શાંન્તી આવી મળે,જ્યાં કીર્તન અર્ચન થાય
દેહને મળતી વ્યાધી ટળે,ને આ જન્મ સાર્થક થાય
………..ભક્તિ એ તો બારણુ છે.
કુદરતની આ કરુણા ન્યારી,જે માનવદેહે જ લેવાય
ક્યાંથી મળશે તે સૌ જાણે,ક્યારે મળશે તે ના જાણે
અબજલીલા આઅવિનાશીની,જે ભક્તિએ મેળવાય
ના આવે વ્યાધી આ બારણે,ને તકલીફો ભાગી જાય
………..ભક્તિ એ તો બારણુ છે.
==============================
May 3rd 2010
દુધથી પુંજન
તાઃ૩/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવારની શીતળ સવારે,કોમળતા જ સહેવાય
શીવજીનું સ્મરણ કરતાં હૈયે,આનંદ આનંદ થાય
………..સોમવારની શીતળ સવારે.
નમઃશિવાયની લગનીલાગે,સ્નેહથી શબ્દો બોલાય
દુધ અર્ચન શીવલીંગે કરતાં,જન્મ સફળ થઇ જાય
મા ગૌરીનીકૃપા મળેજ્યાં,ત્યાં શીવજી પણ હરખાય
મળેઆશીશ ગણપતીની,જ્યાંપ્રેમે માબાપને પુંજાય
………સોમવારની શીતળ સવારે.
પુંજન મારી પ્રકૃતિ છે,ને અર્ચન મારી છે એક ટેવ
સત્કર્મોને સંભાળી ચાલતાં,પ્રભુપ્રેમ સૌમાં મળે છેક
જોઇ મારો પ્રેમ ભક્તિનો,રમા,રવિ પણ ભળી જાય
શાંન્તિ આવે પુંજન સંગે, જે પાવન કર્મ કરી જાય
………સોમવારની શીતળ સવારે.
શીતળ સવાર સોમવારની,જ્યાં મહાદેવ મળી જાય
સ્મરણથી સહવાસમળે,ને પુંજને જીવનઉજ્વળ થાય
ના કામના કે અપેક્ષા રહે,જ્યાં પ્રભુ સઘળુ દઇ જાય
સફળ જન્મના એ છે દાતાર,ને છે જગના સર્જનહાર
………સોમવારની શીતળ સવારે.
=================================
April 25th 2010
લગની લાગી
તાઃ૨૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગની લાગી રામ નામની,મનથી કાયમ રટણ કરુ
ભક્તિની જ્યાં વાત આવે,ત્યાં જલાસાંઇને અનુસરુ
………..લગની લાગી રામ નામની.
દેહ છે પામર ક્યારે ઢળશે,ના જગમાં કોઇ એ જાણે
ભક્તિનુહોય પાસુ ભારે,તો પરમાત્મા લેવાજ આવે
મન મતી ને તનની દ્રષ્ટિ,માબાપથી મળતી ચાલે
સંસ્કાર સિંચન એ વર્તન છે,જે ભક્તિ સંગે જ આવે
………..લગની લાગી રામ નામની.
ઉજ્વળ જીવન પામવાકાજે,ભણતરનો સંગ રખાય
સફળતાનો સહવાસ મળે,ત્યાં આનંદ આનંદ થાય
લગની લાગે જ્યાં ભણતરની,ત્યાં જ્ઞાન મળી જાય
પાટી પેનને પારખી લેવા,ગુરૂજીને પ્રેમે વંદન થાય
…………લગની લાગી રામ નામની.
ભાવિને નાઓળખે જગમાં,કે ના આંગળી કોઇ ચીંધે
ભક્તિ પ્રેમને વળગી રહેતાં,પરમાત્મા પ્રેમથી રીઝે
સંસ્કાર પ્રેમની સાંકળ ન્યારી,ભક્તિને લે એ જકડી
માણસાઇનીજ્યાંજ્યોતજલે,ત્યાં જીવનેમુક્તિમળતી
……….લગની લાગી રામ નામની.
################################
April 23rd 2010
દરવાજો
તાઃ૨૩/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પ્રભુની મળી જતાં,જીવને જન્મ મળી જાય
માનવજન્મે જીવને,મુકિતનો દરવાજો મળીજાય
………..કૃપા પ્રભુની મળી જતાં.
વિચાર વાણીએ મનથી,ને વર્તનદેહથી મેળવાય
સંસ્કારની એક પહેલી પડતાં,પાલકપિતા હરખાય
ડગલાંની કિંમત જે સમજે,ભરતાં જ તે વિચારાય
મળી જતાં સંકેત ભક્તિનો,જન્મ સફળ થઇ જાય
……….કૃપા પ્રભુની મળી જતાં.
લાગણી મોહ ને માયા,એ કળીયુગની દેખાવી રીત
સમજ જીવને જ્યાંપડે,ત્યારથી ભક્તિની મળે પ્રીત
જન્મ એછે કર્મનું બંધન,માબાપનાપ્રેમે સફળ થાય
મળેપ્રેમ જ્યાં સમાજનો,ત્યાં તો અનંતઆનંદ થાય
……….કૃપા પ્રભુની મળી જતાં.
સાર્થકજન્મ જીવનો કેવો,એતો મૄત્યુનાબારણે દેખાય
ભજન ભક્તિનો સંગ જીવનમાં,પરમાત્માય હરખાય
સજળ સ્નેહને પ્રેમ મળતાં,જન્મને સફતાજ સહવાય
પથ મેળવતાં સાચો જીવે,સ્વર્ગનો દરવાજો ખોલાય
……….કૃપા પ્રભુની મળી જતાં.
=================================
April 19th 2010
શીવાલયને બારણે
તાઃ૧૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથનુ ભજન કરતાં, જીવન ઉજ્વળ થાય
શીવાલયનું બારણું ખોલતા,જન્મસફળ થઇજાય
………..ભોલેનાથનુ ભજન કરતાં.
પરમ કૃપાળુ છે અવિનાશી,આત્મા તણો સથવાર
જીવતરની કેડી બને નિરાળી,ને કૃપા પ્રભુની થાય
મળે શાંન્તિ મનને ત્યારે,જ્યારે શીવજી છે હરખાય
પ્રેમ પામતાંજ પરમાત્માનો,જન્મ સાર્થક થઇ જાય
………..ભોલેનાથનુ ભજન કરતાં.
પ્રભાત પહોરના કિરણોએ,જ્યાં પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,આખું ઘર ગુંજી જાય
મળે કૃપા માપાર્વતી ની,જે માની મમતા દઇ જાય
દોડીઆવે આંગણે જીવની શાંન્તિ,મુક્તિ દેવાનેકાજ
………..ભોલેનાથનુ ભજન કરતાં.
================================
April 13th 2010
પ્રાર્થના પરમાત્માને
તાઃ૧૩/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રાર્થના પરમાત્માને કરતો,દેજો મુક્તિ આ જીવને
ભક્તિના દઇને સોપાન,જીવનો ઉધ્ધાર પ્રેમે કરજો
……….પ્રાર્થના પરમાત્માને કરતો.
સેવા પ્રભુની ઘરમાં કરતો,ને સાંભળતો ગુણગાન
પળપળ રટવા પ્રયત્નકરતો,લઇભક્તિનો સથવાર
મળતી શાંન્તિ મનનેમારા,ને કૃપા પ્રભુની વર્તાય
……….પ્રાર્થના પરમાત્માને કરતો.
મોહમાયાના બંધન છુટતાં,મનને શાંન્તિ મળીજાય
કર્મબંધનનો તાંતણો તુટતાં,સંત જલાસાંઇ હરખાય
મળે ભક્તિનો અણસારમને,જે વર્તનથી અનુભવાય
…………પ્રાર્થના પરમાત્માને કરતો.
પળપળ જીવનની નિરખી,ને સારથી બનજો હરવાર
દેજો પ્રેમ તમારો પ્રભુજી, જે જીવને શાંન્તિ દઇ જાય
અંત દેહનો આવે ત્યારે,પ્રભુ પકડજો આ જીવનોહાથ
………પ્રાર્થના પરમાત્માને કરતો.
================================
April 10th 2010
શ્રધ્ધાની ટેવ
તાઃ૧૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક સહારો જીવને જગમાં,પ્રભુ કૃપાએ દેખાય
નાની નાની ટેવથી દેહને,તકલીફો મળી જાય
………એક સહારો જીવને જગમાં.
સંબંધ સરળ જીવનો દેહને,પ્રેમ પામતા લેવાય
જીવને ઉજ્વળ જન્મલેવા,નિત્ય મળે છે સોપાન
અજબનિરાળી દ્રષ્ટિ પ્રભુની,મનુષ્ય થકી લેવાય
મળે શાંન્તિ જીવને દેહે,જે સાચાસંતથી સહવાય
…………એક સહારો જીવને જગમાં.
જન્મ મરણ એ દેહનાબંધન,અવનીએ જ લેવાય
દેહનેમોહ મળે જ્યાં,ત્યાં વ્યાધીઓને છે મેળવાય
ભક્તિ શ્રધ્ધા પ્રીત પ્રભુથી,સદગતી એ લઇ જાય
માનવમનને પકડી રાખતાં,જન્મ સફળ થઇ જાય
………..એક સહારો જીવને જગમાં.
—————————————————–
April 8th 2010
પ્રભુની પ્રેરણા
તાઃ૮/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની લીલા ન્યારી જગમાં,ના જીવને સમજાય
આગમન વિદાયના આચક્કરમાં.એ તો જીવી જાય
……….કુદરતની લીલા ન્યારી.
સોમવારની શીતળસવારે,કોમળ સુર્યકિરણ સહવાય
મળે પરમાત્માનો પ્રેમ જીવને,જ્યાંભોલેનાથ ભજાય
……….કુદરતની લીલા ન્યારી.
ગણ અધિપતિની કૃપાપામવા,મંગળવારે એ પુંજાય
વંદન કરતાં ગણપતિને,માતા પર્વતી પણ હરખાય
………કુદરતની લીલા ન્યારી.
બુધ કરે છે શુભ જગમાં,જ્યાં માતાદુર્ગાની કૃપાથાય
રક્ષણ કરવા આવે માડી,ત્યાં ધન્ય જીવન થઇ જાય
………કુદરતની લીલા ન્યારી.
ગુરૂવારની સવાર નીરાળી,જે અન્નદાનથી જ દેખાય
જલાસાંઇની પ્રીતન્યારી,જે સાચીશ્રધ્ધાએ મળીજાય
……….કુદરતની લીલા ન્યારી.
મા સંતોષીની આશીશ મળતાં,શુક્રવારે પુંજન થાય
મનની શાંન્તિને ઉજ્વળજીવન,માની દયાયે દેખાય
………..કુદરતની લીલા ન્યારી.
પવનપુત્રનો પ્રેમ પામવાકાજે,સિંદુર તેલ ચઢાવાય
શનીવારની શીતળસવારે,હનુમાનચાલીસા બોલાય
………..કુદરતની લીલા ન્યારી.
રવિવારની પાવન પ્રભાતે,મા અંબાની કૃપા થાય
અંબે માની આરતી કરતાં,માકૃપા ધરમાં થઇ જાય
…………કુદરતની લીલા ન્યારી.
===============================