May 25th 2010
ચુંદડી ઓઢી
તાઃ૨૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચુંદડી ઓઢી મેં તારાહાથથી,આ નારી દેહ હરખાય
દેજે પ્રેમ મને જીવનમાં,ના અપેક્ષા કોઇ રહી જાય
………. ચુંદડી ઓઢી તારા હાથથી.
લગ્નજીવનના ફેરા ફરતાં,આનંદ મનમાં ઉભરાય
આવતી કાલને સાથે માણવા,મન મારું લલચાય
અર્ધાન્ગીની તારી બની,જેમારુ સદભાગ્ય કહેવાય
હાથ તારો પકડ્યો જ્યારથી,મનને શાંતિ મળી ત્યારથી
……….ચુંદડી ઓઢી તારા હાથથી.
સંસારની સરગમમાં આજે,તારો પ્રેમ લાગણી લેવાય
સંતાન એતો સહવાસછે,જે સાચા પ્રેમથીજ મેળવાય
અન્યો અન્યના આ બંધન છે,જેને પતિપત્ની કહેવાય
મળતાં મારો સાથ તને,આપણું જીવન જગે મહેંકી જાય
………..ચુંદડી ઓઢી તારા હાથથી.
તારા વિના અંધારુ મારું જીવન,ઉજ્વળ તુ મળતા થાય
પ્રેમનામીઠા સહવાસે લાગે,સ્વર્ગનુંસુખ આવ્યુ આજે ઘેર
કર્મબંધન સાર્થકલાગે,જે જીવનમાં માણી લીધું સહવાસે
એકપણ પળ વિરહની ના મળે,ને પ્રભુ રાખે જીવન હેમખેમ
…………ચુંદડી ઓઢી તારા હાથથી.
+++++++++++++++++++++++++++++++++++
May 20th 2010
લાકડી,ના લફરુ
તાઃ૨૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મર્કટ મન ને માનવીમન,કળીયુગમાં લબડી જાય
લાકડી લેવા નીકળ્યો અહીં,ત્યાં લફરુ વળગ્યુ ભઇ
……..મર્કટમન ને માનવીમન.
સદગુણનો સથવાર લઇને,હું મહેનત મનથી કરતો
આંગળી માગતો કોઇ આવે,તેને ટેકો દે તો હું અહીં
સ્વાર્થને હું નેવે મુકી જીવનમાં,જીવતો માનવી થઇ
પ્રભુ ભક્તિમાં પ્રેમ રાખતાં,મુંઝવણો દુર ભાગતીરહી
………..મર્કટમન ને માનવીમન.
સંસારી સાંકળના સહારે,મળે પ્રીત પ્રેમનો સહવાસ
લાકડીનો જ્યાં સાથ મળે,ત્યાં બદલાય સૌ વહેવાર
કળીયુગમાંતો સમજીલેવુ,ને રાખવો બગલમાં ભંડાર
વળગી જાય વણ માગ્યુ લફરુ,ના મળે કોઇ અણસાર
……….મર્કટમન ને માનવીમન.
================================
May 12th 2010
જરૂરીયાત
તાઃ૧૨/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરી લીધા મેં કામ,જેમાં મને મળી ગયાછે દામ
સારુ નરસુ ના આવડે,ક્યાંથી મળી જાય મુકામ
……..કરી લીધા છે મેં કામ.
નજર દુનીયાની છોને પડે,ના પડે મને અસર
સમજ મારી શાણી માની,ફેરવી લઉ હું તત્પળ
જરૂરીયાતને રાખી મનમાં,બુધ્ધિને મુકવી દુર
આવી જાય સંતોષ હૈયે,માનવતામાં આવે પુર
………કરી લીધા છે મેં કામ.
સકળતાનો સહવાસ છુટે,ને સ્વાર્થની મળે લકીર
સમજવાની ના વ્યાધિ,કે ના આંધીને ઓળખાય
ડોકી ઉંચી દેખાય જગમાં,અંતે મળી જાય જંજીર
સમજ ને મુકતાં માળવે,દેહને જેલ જ મળી જાય
………..કરી લીધા છે મેં કામ.
દીઠો મેં સંસાર અમારો,પણ ના જોઇ કોઇ લકીર
દોરી ગઇ જીવન નૈયાને,જે ભવસાગરમાં અટકી
નેવે મુકી જ્યાં બુધ્ધિને,ત્યાંમળી સ્વાર્થની સીડી
જીંદગી મારી પડી કુવામાં,નાસાથ રહે કોઇ એક
………. કરી લીધા છે મેં કામ.
=================================
May 5th 2010
ચોતરો
તા૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સર્વ કાર્યની શુભ શરૂઆતમાં,ગ્રામ્યજન ભળી જાય
ઉત્તમ કામની સફળતા રહે,જ્યાં ચોતરે પુંજન થાય
……….સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
માલીક નોકરના ભેદ ભુલીને,ધ્યેય સૌનો રહેછે એક
હળીમળી સૌસાથ રહેજ્યાં,થાય ગામમાંકામ અનેક
ના મુખી નોકર કે ગ્રામીણ કોઇ,મનમાં ધ્યેય છે નેક
મળીજાય જ્યાં સાથસાથીનો,બને ગામ ગૌરવ એક
………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
સુખને સૌ મળી માણે ચોતરે,ને દુઃખમાં પણદે સહવાસ
માનવતાની મહેંક આએવી,સુખદુઃખમાં સાથે ભોગવાય
ન્યાયમળશે જ્યાં અન્યાયથશે,ને અપંગને મળશે સાથ
કુદરતની કૃપા પણ મળશે,જ્યાં પ્રદાન સુખનુ જ થાય
………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
===============================
April 25th 2010
અભિમાનની કેડી
તાઃ૨૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનું હું કે હું જ વાઘ છું,ને બીજા બધાજ છે બકરી
બંધુકની જ્યાં ગોળીછુટે,ત્યાં આવી જાય ભઇ ચકરી
…………માનું હું કે હું જ વાઘ છું.
પાટી હાથમાં જ્યારથી,પેન આંગળીમાં છે ત્યારથી
સમજી સમજી જ્યાં ચાલતી,ના મળતી કોઇ લાકડી
ઓવારેથી જ્યાં ઉછળી,ત્યાં મળી અભિમાનની કેડી
સંગ્રામ મળ્યો સંસારમાં, ભઇ આવી જીવનમાં હેલી
………..માનું હું કે હું જ વાઘ છું.
ઇર્ષાનીવણઝારમાં ચાલતાં,બૈડે થપ્પાઓ સૌ મારતાં
સમજ નાઆવી સંસારની,ત્યાં શીખા ઉંચીસૌ રાખતા
કેડી ખોટી છે મળી દેહને,જે અધોગતીએ જ લઇ જાય
જ્યાં છોડી અભિમાનનીકેડી,ત્યાં પાવનરાહ છે દેખાય
……….માનું હું કે હું જ વાઘ છું.
================================
April 21st 2010
ભીખની રીત
તાઃ૨૧/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનીયા એતો દર્પણ છે,જે પરમાત્માથી જ દેવાય
હાથપ્રસારી જગમાંરહેતાં,ભીખ અનેક રીતે લેવાય
……….દુનીયા એતો દર્પણ છે.
માતાપિતાની કૃપા પામવા,હરપળ વિનંતીજ થાય
સંતાન બનાવી જીવનદેતાં,તક જીવને એક દેવાય
ઉપકારની અસીમકૃપા છે,જે હાથ પ્રસારીને મંગાય
આશીર્વાદની હેલી લેવી,એ ભીખ માબાપથી લેવાય
……….દુનીયા એતો દર્પણ છે.
વિધ્યાર્થીની લાયકાત મેળવવા,ભણતરને મેળવાય
મહેનત ખંતથી કરતાંજ જીવનને,સોપાન મળી જાય
હાથપ્રસારી વંદન કરી,જ્યાં ગુરુજીના ચરણે સ્પર્શાય
દ્રષ્ટિપડે જ્યાં ગુરુની,તે ભીખથી જીવન ઉજ્વળથાય.
……….દુનીયા એતો દર્પણ છે.
કર્મનાબંધન છે ન્યારા જગમાં,ના કોઇથીએ ઓળખાય
વાણીવર્તન સાથે આવે દેહે,જે જીવનમાં વળગી જાય
ગત જન્મનો અણસારમળે,જે આ જન્મે છે અનુભવાય
અન્નદાન નાકરી શક્યો જે,આ જન્મે ભીખ માગતોજાય
……….દુનીયા એતો દર્પણ છે.
ભક્તિની પણ એકરીત ન્યારી,જે પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધાથી પુંજન કરતાં ગમેત્યાં,પરમ કૃપા મળી જાય
ભગવાની ના જરુર પડે જગતમાં,ના દાનપેટી મુકાય
ભીખની આરીત કળીયુગી,જેનાથીપ્રભુપણ ભડકી જાય
……….દુનીયા એતો દર્પણ છે.
+++++++++++++++++++++++++++++++++
April 15th 2010
મળેલ અણસાર
તાઃ૧૫/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતનો ભઇ ક્રમ નિરાળો,ના મળે જીવને અણસાર
ક્યારે ક્યાંથી કેવી મળે,ના માનવ મનથી સમજાય
………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
બાળપણમાં ચાલતા જોઇ નરનાર,
જીવને મળ્યો ચાલવાનો અણસારઃ
આંગળી પકડી જ્યાં માતાની મેં,
ત્યાં ડગલાંને મળી ગયો સથવાર.
………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
ભક્તિ જોઇ મારા માતાપિતાની,
જીવનમાં મળ્યો ભક્તિનો અણસાર;
સાંજ સવારે પુંજન કરતાં પ્રભુનું,
જીવને શાંન્તિ મળી ગઇ ઘરમાં જ.
……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
સુખ સંમૃધ્ધી મેળવેલી જોતાં,
મને મળી ગયો મહેનતનો અણસાર;
શ્રધ્ધા રાખી ભણતર મેળવતાં,
ઉજ્વળ મળી ગયો જીવને સંસાર.
………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
અતિ વળગેલી માયાને જોતાં,
મળ્યો માયા છોડવાનો અણસાર;
મળે જ્યાં દેહને અતિનો સહવાસ,
ના માગ્યુ દુઃખ મળે જીવને અપાર.
………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
હ્યુસ્ટનના લેખક મિત્રોથી મને,
મળી ગયો કંઇક લખવાનો અણસાર;
મન,વિચારને અનુભવોને મેં,
કલમથી મુક્યા મળ્યો GSSનો સહકાર.
……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
આદીલભાઇએ આંગળી ચીંધી,
ને વિજયભાઇથી પેનનો અણસાર;
ઉર્મીબેનના આગમન મળતાં મને,
પુસ્તકાલયમાં પણ પહોંચી જવાય.
…………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
************************************
April 10th 2010
વજન પડ્યુ
તાઃ૧૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ, ના તાંબુ કે પીત્તળ
વજન પડે જ્યાં દીલપર,કુદરત બને ત્યાં ઉત્તમ
…………અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
માનવતાનો ઉછળતો દરીયો,શાંત ત્યાં થઈ જાય
સાચીભક્તિનુ વજનપડતાં,સહજ સફળતા લેવાય
મનનીશાંન્તિ ને પ્રેમસૌનો,એ પ્રભુ કૃપાએ દેખાય
ના વ્યાધી કે ઉપાધીય આવે,છો કળીયુગ એ હોય
……..અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
નિયમ કાયદો નેવે જાય,ને કામ પણ મળી જાય
વજનપડે જ્યાં ઓળખાણનું,ત્યાં બૉસ નમી જાય
લાયકાતને તો દુરરાખે,કે ના અનુભવને જોવાય
મળીજાય એનોકરી,જ્યાંલાયકાત થોડીય નાહોય
……….અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
April 10th 2010
માનવીની કેડી
તાઃ૧૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સરગમમાં,જીવ જન્મ જ મળતાં ગુંથાય
સગા વ્હાલાના પ્રેમની સાંકળ,જીવને વળગી જાય
…………સંસારની સરગમમાં જીવ.
માતા પિતાના પ્રેમની રીત,જે બાળપણમાં લેવાય
ડગલું પગલું માંડતા દેહે,આંગળીથી જ એ પકડાય
બંધનપ્રેમના જગમાં ન્યારા,ના માયા લોભ દેખાય
કુદરતની આલીલા એવી,જે માનવીથી અનુભવાય
………..સંસારની સરગમમાં જીવ.
જુવાનીના સોપાનને જોતાં, મન મક્કમ થઇ જાય
રહે શ્રધ્ધાને મહેનત સંગે,ત્યાં કદમકદમ સચવાય
મળે સફળતા લાયકાતે,જે માનવ દેહે અનુભવાય
જીવનનીકેડી મળેસફળ,જે સાચી મહેનતે મેળવાય
………..સંસારની સરગમમાં જીવ.
આંગણે આવતાં ઘડપણના,હાથ પગ લબડી જાય
ટેકો મેળવી લાકડીનો ચાલે,ને સંતાન સહારો થાય
આશાની અપેક્ષા મળતાં જીભડી પણ પકડાઇ જાય
શબ્દશબ્દને સાચવીલેતાં,માનવીને કેડી મળીજાય
……….સંસારની સરગમમાં જીવ.
##############################
April 7th 2010
માનવીની લગામ
તાઃ૭/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેખાવ મારો ભઇ દરીયા જેવો,ને પ્રેમતો સ્વીમીંગ પુલ
ક્યારેક્યાંનેકેટલો એતો સમય બતાવે નાતેમાં કોઇ ભુલ
…………દેખાવ મારો ભઇ દરીયા.
ડગલુ માંડતા પૃથ્વીપર,સમજી વિચારીએ જ્યાં મંડાય
ખાડોટેકરો એ અટકાવીજાય,જ્યાં દેહ પડતો બચાવાય
મળે સહકાર માનવતાનો,ને પ્રેમ સૌનો પણ મેળવાય
દેવાય જ્યાં સહકાર મનથીજ,ત્યાં કામ સરળસૌ થાય
………દેખાવ મારો ભઇ દરીયા.
એક અપેક્ષા માનવીની,જે માગણીએ કદી ના ભરાય
મળે કૃપા પરમાત્માની,ત્યાં સહજ સરળતા મેળવાય
ઉભરો ના આવે મનથી,ત્યાં મને લગામ મળી જાય
સરળતા તો મળી રહે,ને સૌ સગાસ્નેહી પણ હરખાય
………..દેખાવ મારો ભઇ દરીયા.
છલાંગ મારી માનવી કુદે,ના ડાળખી કોઇ પકડાય
પડે ભેંય પર ઉધા માથે,જ્યાં દુઃખ દર્દ મળી જાય
બુધ્ધિને જ્યાં શુધ્ધિ મળે,ત્યાં ડગલેડગલુવિચારાય
લગામ રાખી જીવન જીવતાં,જન્મ સફળ થઇ જાય
………દેખાવ મારો ભઇ દરીયા.
——————————————–