April 10th 2010

વજન પડ્યુ

                        વજન પડ્યુ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ, ના તાંબુ કે પીત્તળ
વજન પડે જ્યાં દીલપર,કુદરત બને ત્યાં ઉત્તમ
                 …………અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
માનવતાનો ઉછળતો દરીયો,શાંત ત્યાં થઈ જાય
સાચીભક્તિનુ વજનપડતાં,સહજ સફળતા લેવાય
મનનીશાંન્તિ ને પ્રેમસૌનો,એ પ્રભુ કૃપાએ દેખાય
ના વ્યાધી કે ઉપાધીય આવે,છો કળીયુગ એ હોય
                    ……..અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
નિયમ કાયદો નેવે જાય,ને કામ પણ મળી જાય
વજનપડે જ્યાં ઓળખાણનું,ત્યાં બૉસ નમી જાય
લાયકાતને તો દુરરાખે,કે ના અનુભવને જોવાય
મળીજાય એનોકરી,જ્યાંલાયકાત થોડીય નાહોય
                   ……….અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment