April 10th 2010

શ્રધ્ધાની ટેવ

                      શ્રધ્ધાની ટેવ

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક સહારો જીવને જગમાં,પ્રભુ કૃપાએ દેખાય
નાની નાની ટેવથી દેહને,તકલીફો મળી જાય
                        ………એક સહારો જીવને જગમાં.
સંબંધ સરળ જીવનો દેહને,પ્રેમ પામતા લેવાય
જીવને ઉજ્વળ જન્મલેવા,નિત્ય મળે છે સોપાન
અજબનિરાળી દ્રષ્ટિ પ્રભુની,મનુષ્ય થકી લેવાય
મળે શાંન્તિ જીવને દેહે,જે સાચાસંતથી સહવાય
                    …………એક સહારો જીવને જગમાં.
જન્મ મરણ એ દેહનાબંધન,અવનીએ જ લેવાય
દેહનેમોહ મળે જ્યાં,ત્યાં વ્યાધીઓને છે મેળવાય
ભક્તિ શ્રધ્ધા પ્રીત પ્રભુથી,સદગતી એ લઇ જાય
માનવમનને પકડી રાખતાં,જન્મ સફળ થઇ જાય
                       ………..એક સહારો જીવને જગમાં.

—————————————————–

April 10th 2010

વાદળ કેવા

                         વાદળ કેવા   

તાઃ૧૦/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્ય પ્રેમને સ્નેહના, જ્યાં વાદળ ઘેરાઇ જાય
માનવજન્મ સફળ થાય,ને ભાવિ ઉજ્વળ થાય
                        ………..સત્ય પ્રેમને સ્નેહના.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,જે જીવને મળી જાય
વર્તન જીવની દોરીબને,ને વાણીએ ઉજ્વળથાય
લાગણી પ્રેમને સાચવીરાખતાં,ના વ્યાધી દેખાય
                        …………સત્ય પ્રેમને સ્નેહના.
પ્રેમના વાદળ પામવાજીવ,સંસ્કારની કેડીએ જાય
મળે માબાપ ને ભાઇબહેનનો,જે હૈયેથી મળી જાય
સાચી ભાવના નાદેખાવની,પાવનજન્મ કરી જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
મેઘના વાદળ અંધકાર દે,જે વરસાદથી જ દેખાય
ગર્જના કરવા એ ભટકાય,જે માનવી ભટકાઇ જાય
અતિ વરસતા મેઘથી જગે,જળ બંબાકાર થઇ જાય
                         ………..સત્ય પ્રેમને સ્નેહના.
દુઃખના વાદળ ઘેરાલાગે,માનવી ભાગે તેનાથી દુર
એક પળ પ્રેમની મળી જાય,નેજીવન થાય ચકચુર
વાદળ પ્રેમના શોધે માનવી,જે ભક્તિએ મેળવાય
                       ………….સત્ય પ્રેમને સ્નેહના.

===============================

April 10th 2010

સ્નેહની પાંખે

                       સ્નેહની પાંખે

તાઃ૧૦/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપવિત્ર પ્રેમની સાંકળ,માનવતાએ મેળવાય
શીતળતાનો જ્યાં સ્નેહ મળે,ત્યાં હૈયા ઉભરાઇ જાય
                    ………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
પ્રેમ પિતાનો આંગળીપક્ડે,ને માતાથી જીવન જ્ઞાન
ઉજ્વળ જીવન મેળવી સંગે,પ્રભુ કૃપા પણ મેળવાય
સાથ સંગાથી સંગે ચાલે,જીવના તો લેણદેણ અપાર
મળશે પ્રેમ જગતમાં સાચો,જે સ્નેહની પાંખે લેવાય
                      ………પાવનપવિત્ર પ્રેમની સાંકળ.
આવે આંગણે પ્રાણી પશુ,જે  માનવતાએ કેળવાય
જીવનેદેતા સથવારોપ્રેમનો,પંખી કલરવ દઇ જાય
ચણને નિરખી પાંખ પ્રસારે,જે તેની દ્રષ્ટિએ દેખાય
સજળ સ્નેહની વર્ષા થાય,જે આવી આંગણે પ્રેરાય
                    ………..પાવનપવિત્ર પ્રેમની સાંકળ.

===============================

April 10th 2010

જોઇ લીધો

                       જોઇ લીધો

તાઃ૧૦/૪/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જોઇ લીધો જોઇ લીધો,મેં પ્રેમનો ઉભરો જોયો
ધીમે ધીમે મળતો મને,ના માગુ કોઇથી એવો
                     ………..જોઇ લીધો જોઇ લીધો.
દીલને માન્યુ દરીયા જેવું,હેત ઉભરાઇ દે એવું
નિર્મળ પ્રેમને સંગી લીધો,નાતુટે કોઇથી એવો
મળે મનથી પ્રેમ નિરાળો,જીવને આનંદે જેવો
માગું હું ના મનથીકદીએ,તોય મળેમનેઅનેરો
                     ………..જોઇ લીધો જોઇ લીધો.
ડગુમગુના ચાલતો હું  તો,સરળતા સંગે લેતો
દેખાદેખની આદુનીયાથી,રહેતો સદા હું નોખો
મેળ મનનો મેળવી લેતાં,આનંદ મલે અનેરો
હરખાઇલેતો હરખાઇલેતો,સમયને માણીલેતો
                    …………જોઇ લીધો જોઇ લીધો.

=============================

April 10th 2010

વજન પડ્યુ

                        વજન પડ્યુ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ, ના તાંબુ કે પીત્તળ
વજન પડે જ્યાં દીલપર,કુદરત બને ત્યાં ઉત્તમ
                 …………અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
માનવતાનો ઉછળતો દરીયો,શાંત ત્યાં થઈ જાય
સાચીભક્તિનુ વજનપડતાં,સહજ સફળતા લેવાય
મનનીશાંન્તિ ને પ્રેમસૌનો,એ પ્રભુ કૃપાએ દેખાય
ના વ્યાધી કે ઉપાધીય આવે,છો કળીયુગ એ હોય
                    ……..અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.
નિયમ કાયદો નેવે જાય,ને કામ પણ મળી જાય
વજનપડે જ્યાં ઓળખાણનું,ત્યાં બૉસ નમી જાય
લાયકાતને તો દુરરાખે,કે ના અનુભવને જોવાય
મળીજાય એનોકરી,જ્યાંલાયકાત થોડીય નાહોય
                   ……….અરે ભઇ ના લોખંડ કે સ્ટીલ.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

April 10th 2010

માનવીની કેડી

                      માનવીની કેડી

તાઃ૧૦/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમમાં,જીવ જન્મ જ મળતાં ગુંથાય
સગા વ્હાલાના પ્રેમની સાંકળ,જીવને વળગી જાય
                     …………સંસારની સરગમમાં જીવ.
માતા પિતાના પ્રેમની રીત,જે બાળપણમાં લેવાય
ડગલું પગલું માંડતા દેહે,આંગળીથી જ એ પકડાય
બંધનપ્રેમના જગમાં ન્યારા,ના માયા લોભ દેખાય
કુદરતની આલીલા એવી,જે માનવીથી અનુભવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
જુવાનીના સોપાનને જોતાં, મન મક્કમ થઇ જાય
રહે શ્રધ્ધાને મહેનત સંગે,ત્યાં કદમકદમ સચવાય
મળે સફળતા લાયકાતે,જે  માનવ દેહે અનુભવાય
જીવનનીકેડી મળેસફળ,જે સાચી મહેનતે મેળવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
આંગણે આવતાં ઘડપણના,હાથ પગ લબડી જાય
ટેકો મેળવી લાકડીનો ચાલે,ને સંતાન સહારો થાય
આશાની અપેક્ષા મળતાં જીભડી પણ પકડાઇ જાય
શબ્દશબ્દને સાચવીલેતાં,માનવીને કેડી મળીજાય
                         ……….સંસારની સરગમમાં જીવ.

##############################

April 10th 2010

દુઃખના વાદળ

                  દુઃખ ના વાદળ

તાઃ૧૦/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માની અકળલીલા,જીવ જન્મથી બંધાય
મોહમાયાને કર્મ બંધન,જે જીવ થકી જ લેવાય
                        ………પરમાત્માની અકલ લીલા.
શીતળ સ્નેહને શોધતાં,જીવને માયા વળગી જાય
નિર્મળ પ્રેમની વર્ષા થાય,જ્યાં કૃપા પ્રભુની થાય
મોહ પ્રીત એ લાલચ દેહની,જે જીવને બાંધી જાય
સરળતાનો સ્નેહ મોંઘો,જે માનવતા એજ મેળવાય
                       ………..પરમાત્માની અકળ લીલા.
દેહ જગેમળે માનવીનો,ત્યાં મળે ભક્તિનો અણસાર
રામનામનીરટણ પ્રીયતાએ,જીવનેજગથી બચાવાય
મુક્તિના દ્વાર ખોલવા દેહથી,રટણ જલાસાંઇનુ થાય
દુઃખના વાદળ ભાગે દુર,જ્યાં જીવ ભક્તિએ જોડાય
                       …………પરમાત્માની અકળ લીલા.

**********************************