April 25th 2010

અભિમાનની કેડી

                     અભિમાનની કેડી

તાઃ૨૫/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનું હું કે હું જ વાઘ છું,ને બીજા બધાજ છે બકરી
બંધુકની જ્યાં ગોળીછુટે,ત્યાં આવી જાય ભઇ ચકરી
                       …………માનું હું કે હું જ વાઘ છું.
પાટી હાથમાં જ્યારથી,પેન આંગળીમાં છે ત્યારથી
સમજી સમજી જ્યાં ચાલતી,ના મળતી કોઇ લાકડી
ઓવારેથી જ્યાં ઉછળી,ત્યાં મળી અભિમાનની કેડી
સંગ્રામ મળ્યો સંસારમાં, ભઇ આવી જીવનમાં હેલી
                       ………..માનું હું કે હું જ વાઘ છું.
ઇર્ષાનીવણઝારમાં ચાલતાં,બૈડે થપ્પાઓ સૌ મારતાં
સમજ નાઆવી સંસારની,ત્યાં શીખા ઉંચીસૌ રાખતા
કેડી ખોટી છે મળી દેહને,જે અધોગતીએ જ લઇ જાય
જ્યાં છોડી અભિમાનનીકેડી,ત્યાં પાવનરાહ છે દેખાય
                        ……….માનું હું કે હું જ વાઘ છું.

================================

April 25th 2010

લગની લાગી

                       લગની લાગી

તાઃ૨૫/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગની લાગી રામ નામની,મનથી કાયમ રટણ કરુ
ભક્તિની જ્યાં વાત આવે,ત્યાં જલાસાંઇને અનુસરુ
                     ………..લગની લાગી રામ નામની.
દેહ છે પામર ક્યારે ઢળશે,ના જગમાં કોઇ એ જાણે
ભક્તિનુહોય પાસુ ભારે,તો પરમાત્મા લેવાજ આવે
મન મતી ને તનની દ્રષ્ટિ,માબાપથી મળતી ચાલે
સંસ્કાર સિંચન એ વર્તન છે,જે ભક્તિ સંગે જ આવે
                     ………..લગની લાગી રામ નામની.
ઉજ્વળ જીવન પામવાકાજે,ભણતરનો સંગ રખાય
સફળતાનો સહવાસ મળે,ત્યાં આનંદ આનંદ થાય
લગની લાગે જ્યાં ભણતરની,ત્યાં જ્ઞાન મળી જાય
પાટી પેનને પારખી લેવા,ગુરૂજીને પ્રેમે વંદન થાય
                    …………લગની લાગી રામ નામની.
ભાવિને નાઓળખે જગમાં,કે ના આંગળી કોઇ ચીંધે
ભક્તિ પ્રેમને વળગી રહેતાં,પરમાત્મા પ્રેમથી રીઝે 
સંસ્કાર પ્રેમની સાંકળ ન્યારી,ભક્તિને લે એ જકડી
માણસાઇનીજ્યાંજ્યોતજલે,ત્યાં જીવનેમુક્તિમળતી
                      ……….લગની લાગી રામ નામની.

################################