April 27th 2010

ગબડી પડ્યો

                       ગબડી પડ્યો

તાઃ૨૭/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મુન્નો મારો છે મોટો દીકરો,ને તેજુ મારો નાનો
મનથી રાખુ હેત બંન્ને પર,બનુ પિતા હુ અનેરો
                 ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
લાગણી જોતાં દોડીઆવે,બંન્ને નાના હતા જ્યારે
હેત અમારા મનથી લેતાં,આંગળી એ પકડે ત્યારે
સંતાનનો સહવાસ અમને,ઉજ્વળ જીવન દઇ દે
ભાવિને સંભાળવાકાજે,કહેતા ભક્તિ સંગ લઇ લે
                 ……….મુન્નો  મારો છે મોટો  દીકરો.
મુન્નાને થોડી માયા વળગી,પરદેશ પહોંચવા કાજે
સહવાસને થોડો દુર રાખી,એના વિચારોમાંજ રાજે
ના અણસાર મળ્યો અમને,પણ શોધી લીધી છોરી
આવી ગયો એ અમેરીકા,ને ત્યાં મેળવી જીવે હોળી
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.
નાનો મારો હેત મેળવે,ને માબાપ ની આશીશ લે
મહેનતનો એણે સંગરાખ્યો,ત્યાં સ્રરળતા માણી લે
સોપાનસુંદર સંગે માબાપને,ભક્તિપ્રેમ ઘરે મળ્યો
સફળ જન્મ મેળવીલીધો,ને કર્મ ઉજ્વળ કરીલીધા
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.
જુવાનીના પંથે આવતાં,સંતાનને જે મળે સહવાસ
જીવન જીવવાની કડી મળે,જે દેહને જ  દોરી જાય
મુન્નાની માયા પરદેશની,ના મળે સહવાસ કે સાથ
ગબડી પડ્યો એ જીંદગીમાં,ત્યાં ના પકડે કોઇ હાથ
                    ………મુન્નો  મારો છે મોટો  દીકરો.

+++++++++++++++++++++++++++++++