April 15th 2010

મન,તનનો મેળાપ

                 મન,તનનો મેળાપ

તાઃ૧૫/૪/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનન કરુ હું મનથી,ને રટણ કરુ હું તનથી
ભક્તિ કરુ તનમનથી,ને મુક્તિ ઝંખુ દેહથી
                         ……….મનન કરુ હું મનથી.
અતુટકૃપા અવિનાશીની,દીધો આ માનવદેહ
માર્ગ મુક્તિનો જોયો જ્યાં,મળ્યો સંતનો સ્નેહ
ભક્તિની એકલકીર મને,માબાપથી મળી ગઇ
શ્રધ્ધા રાખી સેવા પર,ત્યાં પ્રભુ કૃપામળીગઇ
                          ……….મનન કરુ હું મનથી.
પિતાપુત્રનો નાતો જગમાં,પરમાત્માથી થાય
પ્રભુનો પિતા પ્રેમમળે ત્યાં,સંતાન છે હરખાય
જીવથી નાની ભુલ થતાં,એપ્રભુથી સમજાવાય
મનથી જ્યારે મનાય,ત્યાં તનથી એછે વર્તાય
                             ………મનન કરુ હું મનથી.
જગત પ્રભુની લીલા છે,જે તનમનથી સમજાય
જન્મ મળે અવનીએ જ્યાં,ત્યાં વર્તનથી દેખાય
જન્મમરણએ અતુટતાંતણો,છે મનતનનો મેળાપ
કૃપાળુની કૃપા અનેરી,જીવથી ભક્તિએજ લેવાય
                            ………..મનન કરુ હું મનથી.

=============================

April 15th 2010

મળેલ અણસાર

                        મળેલ અણસાર

તાઃ૧૫/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતનો ભઇ ક્રમ નિરાળો,ના મળે જીવને અણસાર
ક્યારે ક્યાંથી કેવી મળે,ના માનવ મનથી સમજાય
                           ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
બાળપણમાં ચાલતા જોઇ નરનાર,
                      જીવને મળ્યો ચાલવાનો અણસારઃ
આંગળી પકડી જ્યાં માતાની મેં,
                      ત્યાં ડગલાંને મળી ગયો સથવાર.
                           ………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
ભક્તિ જોઇ મારા માતાપિતાની,
                    જીવનમાં મળ્યો ભક્તિનો અણસાર;
સાંજ સવારે પુંજન કરતાં પ્રભુનું,
                    જીવને શાંન્તિ મળી ગઇ  ઘરમાં જ.
                            ……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
સુખ સંમૃધ્ધી મેળવેલી જોતાં,
                   મને મળી ગયો મહેનતનો અણસાર;
શ્રધ્ધા રાખી ભણતર મેળવતાં,
                       ઉજ્વળ મળી ગયો જીવને સંસાર.
                           ………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
અતિ વળગેલી માયાને જોતાં,
                        મળ્યો માયા છોડવાનો અણસાર;
મળે જ્યાં દેહને અતિનો સહવાસ,
                      ના માગ્યુ દુઃખ મળે જીવને અપાર.
                           ………..કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
હ્યુસ્ટનના લેખક મિત્રોથી મને,
                     મળી ગયો કંઇક લખવાનો અણસાર;
મન,વિચારને અનુભવોને મેં,
                   કલમથી મુક્યા મળ્યો GSSનો સહકાર.
                              ……….કુદરતનો ભઇ ક્રમ નિરાળો.
આદીલભાઇએ આંગળી ચીંધી,
                       ને વિજયભાઇથી પેનનો અણસાર;
ઉર્મીબેનના આગમન મળતાં મને,
                       પુસ્તકાલયમાં પણ પહોંચી જવાય.
                           …………કુદરતનો ભઇ ક્રમ નિરાળો.

************************************