April 4th 2010

એક રસ્તો

                             એક રસ્તો

તાઃ૪/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને જ્યાં મુંઝવણમળે,ત્યાં આકુળ વ્યાકુળ થાય
સમજને થોડી પકડી લેતાં,એક રસ્તો જરુર દેખાય
                      ………..મનને જ્યાં મુંઝવણ મળે.
જન્મ જીવનો સંબંધ નિરાળો,જે દેહથકી એ દેખાય
કર્મના બંધન વળગીચાલે,જેનો મળે જગે અણસાર
પાપાપગલી સમજી લેતાં,બાળ વર્તને આવી જાય
માની કુખને મેળવીલેતાં,વ્હાલનો રસ્તો મળી જાય
                     …………મનને જ્યાં મુંઝવણ મળે.
સમય દેહના બંધન દેખાડે,જે જુવાનીએજ સમજાય
બાળપણની વિદાય મળતા,પગે માનવીથી ચલાય
ડગલાંની જ્યાં ઓળખ આવે,ત્યાં વિચારીને જવાય
તકલીફો તોદુરજ ભાગે,જ્યાંમહેનતનો રસ્તો લેવાય
                      ………..મનને જ્યાં મુંઝવણ મળે.
મળશે દેહનેઓવારો ઉંમરનો,જે વર્ષોવર્ષ થકીદેખાય
સમજનેપકડી ચાલતાં જીવને,વ્યાધી સરળ સૌ થાય
જીવને શાંન્તિમાં જકડી લેવા,સાચી ભક્તિને પકડાય
પરમાત્માની અસીમકૃપાએ,જીવને મુક્તિ મળી જાય
                        ……….મનને જ્યાં મુંઝવણ મળે.

=================================