April 3rd 2010

Timeની સાથે

                    Timeની સાથે
    
તાઃ૩/૪/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

Saturday,sunday શોધતો તો,
                         ત્યાં Monday આવ્યો ભઇ;
Relax મારે થોડુ થવુ હતું,
                           ત્યાં Job યાદ આવી ગઇ.
                            ………Saturday,sunday.
સવારની શીતળ લહેરમાં,prayer કરતાં અહીં
બારણુ ખોલી પુંજા કરતાં,Hai સંભળાય અહીં
Nabour આવી ઉભો દ્વારે,ત્યાં ઉપાધી આવીગઇ
સાંભળવાની ના રાહ જોતો,Sorry બોલતો અહીં
                            ………..Saturday,sunday.
Job જવા નીકળતા,ગાડી ચાલુ કરી ભઇ અહીં
બારણુ બંધ કરતાં carનું,ત્યાં ride માગી ભઇ
માનવતા મળેલ સંસ્કારમાં,ના પડાય મારાથીઅહીં
એક વખત દીધી પ્રેમથી,ત્યાં કાયમ વળગી ગઇ.
                             …………Saturday,sunday
==================================