April 19th 2010

શોધવા નીકળ્યો

                          શોધવા નીકળ્યો

તાઃ૧૯/૪/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ મળશે કે તે મળશે,તેમ મનમાં મુંઝવણો  થાય
ફાંફાં મારતાં ચારે કોર,નામળે જીવને શાંન્તિનો દોર
                         ………..આ મળશે કે તે મળશે.
દમડી થોડી હાથમાં મારે,ને વિચાર પવનની લ્હેર
મેળવવાની મોટી ઇચ્છા,ત્યાં લાઇનમાં લાંબી દોડ
ના વિચાર આવે મનમાં કે ના શાંન્તિને મેળવાય
શોધાશોધની આ વ્યાધીમાંજ,જીવન વેડફાઇ જાય
                         …………આ મળશે કે તે મળશે.
મનની વિચાર ધારામાં ભઇ,આ તન તડફાઇ જાય
દેખાદેખની આદુનીયામાં,સ્વાર્થે શોધાશોધ છે થાય
આ ને તે ની રામાયણમાં,સમય પણ ચાલ્યો જાય
શોધવા નીકળ્યો સ્વાર્થને,ત્યાં લાભ જ છટકી જાય
                          ………..આ મળશે કે તે મળશે.

+++++++++++++++++++++++++++++++++

April 19th 2010

શીવાલયને બારણે

                         શીવાલયને બારણે

તાઃ૧૯/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથનુ ભજન કરતાં, જીવન ઉજ્વળ થાય
શીવાલયનું બારણું ખોલતા,જન્મસફળ થઇજાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પરમ કૃપાળુ છે અવિનાશી,આત્મા તણો સથવાર
જીવતરની કેડી બને નિરાળી,ને કૃપા પ્રભુની થાય
મળે શાંન્તિ મનને ત્યારે,જ્યારે શીવજી છે હરખાય
પ્રેમ પામતાંજ પરમાત્માનો,જન્મ સાર્થક થઇ જાય
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.
પ્રભાત પહોરના કિરણોએ,જ્યાં પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાયના સ્મરણથી,આખું ઘર ગુંજી જાય
મળે કૃપા માપાર્વતી ની,જે માની મમતા દઇ જાય
દોડીઆવે આંગણે જીવની શાંન્તિ,મુક્તિ દેવાનેકાજ
                             ………..ભોલેનાથનુ ભજન કરતાં.

================================