April 12th 2010

આંગળીની પકડ

                    આંગળીની પકડ

તાઃ૧૨/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મોટા મોટા તરંગો,ને અમલમાં જીરો થાય
આકુળ વ્યાકુળ આ જીવનમાં,વેડફાઇ બધુ જ જાય
                            ………..મનમાં મોટા મોટા તરંગો.
બાળક બુધ્ધીએ ઘોડીયામાં ઝુલતો,ના ચાલુ પળવાર
કદમ કદમને ના ઓળખુ હું તો,કેમ ચાલુ ડગલાં ચાર
માતાના  વ્હાલમાં મલકાતો,ના સમજુ કોઇ અણસાર
પિતાએઆંગળી ચીંધી પગલાંએ,ત્યાં ચાલ્યો ક્ષણવાર
                               ………મનમાં મોટા મોટા તરંગો.
મહેનત જીવનમાં લખીહશે,પણ ના બુધ્ધિથી લેવાય
મર્કટ મનને ના સમજ આવતાં,ગમે ત્યાં ભટકી જાય
પાટીપેન તો હાથમાં,પણ નાસમજ કેવીરીતે વપરાય
ગુરુજીએજ્યાં આંગળીચીંધી,ત્યાં ભણતર મનથીલેવાય
                                ………મનમાં મોટા મોટા તરંગો.
માનવી આંખે મનેલાગે,મારુ જીવન ઉજ્વળ છે દેખાય
ભણી ગણીને સમજી લેતા,સફળ જન્મ મળ્યો કહેવાય
મોહમાયા નેમનની શાંન્તિ,મળીગયા જીવને સમજાય
જલાસાંઇએ આંગળી ચીધી,ત્યાં જન્મ સફળ થઇ જાય
                            …………મનમાં મોટા મોટા તરંગો.

===================================