April 18th 2010

બંધ મોં

                               બંધ મોં

તાઃ૧૭/૪/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીલા ન્યારી મેં તો માણી,જ્યાં સંભાળી મારી વાણી
ડગલે પગલે મનને શાંન્તિ,બંધ મોં રાખતાં મે જાણી
                         ………લીલા ન્યારી મેં તો માણી.
સમય સમજનુ એક જ કામ,મળી જાય છે સૌની હામ
ના કદી માગણીય કરવી પડે,કે ના અપેક્ષાઓ રખાય
સજળ સ્નેહે આંખો ઉભરે,ના કદી જીભથી કંઇ બોલાય
આંગણે આવી જ્યાં મળી રહે,ત્યાં માનવતા મેળવાય
                        ……….લીલા ન્યારી મેં તો માણી.
સહવાસ શીતળને મળેપ્રેમ,એ ના માગણીએ મળે એમ
જીભની લીલા જગમાં ન્યારી,વાણી વર્તનથી જ દેખાય
પારકી વાણી મળે સુખદાયી,જ્યાં મૌંન જીભથી લેવાય
સહકારની વર્ષા થઇ જાય,જે દેહને માનવતા દઇ જાય
                          ……… લીલા ન્યારી મેં તો માણી.

=================================