April 8th 2010

પ્રભુની પ્રેરણા

                          પ્રભુની પ્રેરણા

તાઃ૮/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા ન્યારી જગમાં,ના જીવને સમજાય
આગમન વિદાયના આચક્કરમાં.એ તો જીવી જાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
સોમવારની શીતળસવારે,કોમળ સુર્યકિરણ સહવાય
મળે પરમાત્માનો પ્રેમ જીવને,જ્યાંભોલેનાથ ભજાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
ગણ અધિપતિની કૃપાપામવા,મંગળવારે એ પુંજાય
વંદન કરતાં ગણપતિને,માતા પર્વતી  પણ હરખાય
                              ………કુદરતની લીલા ન્યારી.
બુધ કરે છે શુભ જગમાં,જ્યાં માતાદુર્ગાની કૃપાથાય
રક્ષણ કરવા આવે માડી,ત્યાં ધન્ય જીવન થઇ જાય
                              ………કુદરતની લીલા ન્યારી.
ગુરૂવારની સવાર નીરાળી,જે અન્નદાનથી જ દેખાય
જલાસાંઇની પ્રીતન્યારી,જે સાચીશ્રધ્ધાએ મળીજાય
                             ……….કુદરતની લીલા ન્યારી.
મા સંતોષીની આશીશ મળતાં,શુક્રવારે પુંજન થાય
મનની શાંન્તિને ઉજ્વળજીવન,માની દયાયે દેખાય
                           ………..કુદરતની લીલા ન્યારી.
પવનપુત્રનો પ્રેમ પામવાકાજે,સિંદુર તેલ ચઢાવાય
શનીવારની શીતળસવારે,હનુમાનચાલીસા બોલાય
                           ………..કુદરતની લીલા ન્યારી.
રવિવારની પાવન પ્રભાતે,મા અંબાની કૃપા થાય
અંબે માની આરતી કરતાં,માકૃપા ધરમાં થઇ જાય
                          …………કુદરતની લીલા ન્યારી.

===============================