April 6th 2010

ગણનાયક

                             ગણનાયક

તાઃ૬/૪/૨૦૧૦   (મંગળવાર)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ સ્મરણ કરતાં,કામ સરળ સૌ થાય
પાવકપ્રેમથી ભક્તિકરતાં,જન્મ સફળ થઇજાય
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.
મંગળવારના પવિત્ર દીને,પુંજન અર્ચન થાય
ભાગે વ્યાધી બારણેથી,ના દ્રષ્ટી કરે એ લગાર
ઉજ્વળ પ્રેમની વર્ષા થાતાં,જીવન ધન્ય થાય
ડગલેપગલે વિધિ વિનાયક,આંગળી પકડીજાય
                  ………ગણનાયકનુ સ્મરણ કરતાં.
માયામમતા મોહપ્રભુથી,જ્યાં નિત્યસવારે થાય
દીનસાર્થક ત્યાં થઇજાય,ને કામ સરળ સૌ થાય
ગણપતિની કૃપા પામતા,દેહ પણ પવિત્ર થાય
મળે આશીર્વાદની હેલી,ને કર્મવર્તનછે બદલાય
               …………ગણનાયકનુ સ્મરણ કરતાં.
મુક્તિ કેરા દ્વાર ખોલવા,હૈયે થી જ હેત રખાય
ધુપદીપને માળાકરતાં,ગણનાયક પણ હરખાય
અમી દ્રષ્ટિ થતાં જ દેહપર,નાવળગે કોઇ લોભ
મળે જીવને પ્રેમ પ્રભુનો,ત્યાં ભાગે જગના મોહ
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.

==============================

April 6th 2010

ક્યાંથી લેવાય?

                    ક્યાંથી લેવાય?

તાઃ૫/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોના વમળમાં જ્યાં માનવી મન અટવાય
કોઇક બંધન છે કર્મોના જ્યાં જીવ ભરમાઈ જાય
                       ……….વિચારોના વમળમાં જ્યાં.
લાગણીની વર્ષાએ જગતમાં માનવમન મલકાય
અંતરના અણસાર ને ના કોઇથી એ ક્યારે મપાય
કરુણા પ્રેમનીમળે જ્યાં વડીલોના હેતને મેળવાય
નિરખીપ્રેમનીજ્યોતને જે માગણીએ કદીનાલેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
ઉજ્વળ જીવનની ભાવના મનથી એ વિચારાય
પાવકપ્રેમ નિરખવા જીવનમાં વર્તનને જોવાય
સંતાનોના સહવાસને જોવા સંસ્કારને ઓળખાય
મળેલ મનને માયામોહ એજગનીવૃત્તિએ લેવાય
                      ………..વિચારોના વમળમાં જ્યાં.
જીવને મળે દેહ જે તેના ગતજન્મથીજ મેળવાય
પ્રાણી,પશુ,માનવ કે પક્ષીએ તેના દેહથી દેખાય
દેહનુવર્તન અને જીવની શ્રધ્ધા ભક્તિએ જોવાય
મંદીર મસ્જીદ અટકી જાય જ્યાં ધેર પ્રભુ પુંજાય
                     …………વિચારોના વમળમાં જ્યાં.
++++++++++++++++++++++++++++++++++