April 6th 2010

ગણનાયક

                             ગણનાયક

તાઃ૬/૪/૨૦૧૦   (મંગળવાર)   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ સ્મરણ કરતાં,કામ સરળ સૌ થાય
પાવકપ્રેમથી ભક્તિકરતાં,જન્મ સફળ થઇજાય
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.
મંગળવારના પવિત્ર દીને,પુંજન અર્ચન થાય
ભાગે વ્યાધી બારણેથી,ના દ્રષ્ટી કરે એ લગાર
ઉજ્વળ પ્રેમની વર્ષા થાતાં,જીવન ધન્ય થાય
ડગલેપગલે વિધિ વિનાયક,આંગળી પકડીજાય
                  ………ગણનાયકનુ સ્મરણ કરતાં.
માયામમતા મોહપ્રભુથી,જ્યાં નિત્યસવારે થાય
દીનસાર્થક ત્યાં થઇજાય,ને કામ સરળ સૌ થાય
ગણપતિની કૃપા પામતા,દેહ પણ પવિત્ર થાય
મળે આશીર્વાદની હેલી,ને કર્મવર્તનછે બદલાય
               …………ગણનાયકનુ સ્મરણ કરતાં.
મુક્તિ કેરા દ્વાર ખોલવા,હૈયે થી જ હેત રખાય
ધુપદીપને માળાકરતાં,ગણનાયક પણ હરખાય
અમી દ્રષ્ટિ થતાં જ દેહપર,નાવળગે કોઇ લોભ
મળે જીવને પ્રેમ પ્રભુનો,ત્યાં ભાગે જગના મોહ
                 ……….ગણનાયકનુ સ્મરણ કરતાં.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment