April 20th 2010

માંકડુ

                                 માંકડુ

તાઃ૨૦/૪/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી જીવતા માનવી ની,આવે વ્યાધીઓ ભરપુર
પણ માંકડા જેવુ મન રાખતાં,ભાગવુ દુઃખથી જ દુર
                       ……….જીંદગી જીવતા માનવીની.
મળે જન્મ જીવને જગે,જેતે દેહ થકી સૌને છે દેખાય
માનવદેહ મળતાં જીવને,પ્રભુકૃપાએ મન મળીજાય
સમજીવિચારી ચાલતાં દેહને,તકલીફોથી દુર રખાય
મન રાખતા માંકડા જેવુ,વ્યાધી આવતાજ ઉછળાય
                     …………જીંદગી જીવતા માનવીની.
સમય એતો ચાલતી ગાડી,સમજી વિચારીને પકડાય
છટકી જાય જો ચાલતા જીવનમાં,દુઃખી જીવન થાય
બુધ્ધીએ બારીછે ન્યારી,જે પળપળ સાચવતા દેખાય
મર્કટમનની સમજ રાખતાં,દુઃખથીદુર કાયમ રહેવાય
                      …………જીંદગી જીવતા માનવીની.

****************************************

April 20th 2010

ઉભરો

                                  ઉભરો

તાઃ૨૦/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આકુળ વ્યાકુળ જીવનમાં,જ્યાં અતિનો સહવાસ થાય
અંત મળે નામાગેલો જગમાં,જે ઉભરાથી ઢોળાઇ જાય
                         …………આકુળ વ્યાકુળ જીવનમાં.
પ્રેમ મળે જ્યાં હ્ર્દયથી,ત્યાં માનવતા મળતી દેખાય
હદથી પાર દેખાવનો મળતાં,જીંદગી જ  બગડી જાય
                         …………આકુળ વ્યાકુળ જીવનમાં.
ભણતરના સોપાને પહોંચે,જ્યાં માનવીથી સમજાય
અતિને મેળવી લેતાં જગે,પાગલમાંજ ખપી જવાય
                          ………..આકુળ વ્યાકુળ જીવનમાં.
કુદરતની છે કળા નિરાળી,સમજી સમજીને જોવાય
દુધ પાણીને અતિ તાપતાં, ઉભરો ત્યાં આવી જાય
                          ………..આકુળ વ્યાકુળ જીવનમાં.
ભક્તિમાં પણ વળગીને ચાલતાં,હદમાં કૃપાજ થાય
અતિનો જ્યાં અણસારમળે,ત્યાં પાગલ થઇ જવાય
                          ……….. આકુળ વ્યાકુળ જીવનમાં.

==============================

April 20th 2010

વાવણી

                        વાવણી

તાઃ૨૦/૪/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાવશો તેવુ લણશો,ના જગમાં કોઇ શંકા
ડગલુ વિચારી ભરશો,ના વળગે કોઇ ફંદા
                       ………વાવશો તેવુ લણશો.
સ્નેહ રાખશો હદમાં,તો મળશે જીવને શાંન્તિ
માબાપની મળશે કૃપા,જીવન ઉજ્વળ થવા
વળગેલા આ વૈભવથી,સાચવજો તનમનથી
રહેશે સદા તમ હૈયે હામ,લેવાશે પ્રભુનુ નામ
                       ……….વાવશો તેવુ લણશો.
સહવાસ મળે માબાપનો,જે જીવનને દોરીજાય
સંસ્કારની પળને પારખી,સહવાસી મળી જાય
પવન પૃથ્વીને પારખતાં, જ્યાં વાવણી કરાય
સફળ સહવાસ કુદરતનો,જે પરિણામથી દેખાય
                        ……….વાવશો તેવુ લણશો.

=============================