April 7th 2010

માનવીની લગામ

                      માનવીની લગામ

તાઃ૭/૪/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેખાવ મારો ભઇ દરીયા જેવો,ને પ્રેમતો સ્વીમીંગ પુલ
ક્યારેક્યાંનેકેટલો એતો સમય બતાવે નાતેમાં કોઇ ભુલ
                               …………દેખાવ મારો ભઇ દરીયા.
ડગલુ માંડતા પૃથ્વીપર,સમજી વિચારીએ જ્યાં મંડાય
ખાડોટેકરો એ અટકાવીજાય,જ્યાં દેહ પડતો બચાવાય
મળે સહકાર માનવતાનો,ને પ્રેમ સૌનો પણ મેળવાય
દેવાય જ્યાં સહકાર મનથીજ,ત્યાં કામ સરળસૌ થાય
                                   ………દેખાવ મારો ભઇ દરીયા.
એક અપેક્ષા માનવીની,જે માગણીએ કદી ના ભરાય
મળે કૃપા પરમાત્માની,ત્યાં સહજ સરળતા મેળવાય
ઉભરો ના આવે મનથી,ત્યાં મને લગામ મળી જાય
સરળતા તો મળી રહે,ને સૌ સગાસ્નેહી પણ હરખાય
                               ………..દેખાવ મારો ભઇ દરીયા.
છલાંગ મારી માનવી કુદે,ના ડાળખી કોઇ પકડાય
પડે ભેંય પર ઉધા માથે,જ્યાં દુઃખ દર્દ મળી જાય
બુધ્ધિને જ્યાં શુધ્ધિ મળે,ત્યાં ડગલેડગલુવિચારાય
લગામ રાખી જીવન જીવતાં,જન્મ સફળ થઇ જાય
                                ………દેખાવ મારો ભઇ દરીયા.

——————————————–