April 23rd 2010

ઉભરો મળેતો

                        ઉભરો મળેતો

તાઃ૨૩/૪/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાણપણની સીમા ના ઓળંગતા,સફળ મળે સહવાસ
નાલેવાય કે નાદેવાય જીવનમાં,તોય સાચો મેળવાય
એવો પ્રેમ જગતમાં છે,જે અનેરો અનાયાસે મળીજાય
                             ………એવો પ્રેમ જગતમાં છે.
માનવ જીવનનો સંગાથી,એ સદા જીવનમાં લહેરાય
અનેક રીતે મળી જાય દેહને,જે મળતા પ્રેમ મેળવાય
એક લહેર જોમળે જીવનમાં,તો માનવદેહ સાર્થકથાય
સમય ને પકડી મળીજાય જ્યાં,ના ઉભરો કોઇ દેખાય
                          ……….. એવો પ્રેમ જગતમાં છે.
કર્મવર્તન છે દેહનાબંધન,મળીજાય એજીવને સગપણ
આશાનિરાશાની વ્યાધીમાં,જીંદગીમાં નાપ્રેમનુ રજકણ
પ્રભુ કૃપા છે દોરી સિંચન,જગે જીવને દે સાચુ ભોળપણ
અતિનો જ્યાં સંગાથમળે,જીવને ત્યાં મળે જગે ગાંડપણ
                             ……….એવો પ્રેમ જગતમાં છે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

April 23rd 2010

દરવાજો

                              દરવાજો

તાઃ૨૩/૪/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃપા પ્રભુની મળી જતાં,જીવને જન્મ મળી જાય
માનવજન્મે જીવને,મુકિતનો દરવાજો મળીજાય
                    ………..કૃપા પ્રભુની મળી જતાં.
વિચાર વાણીએ મનથી,ને વર્તનદેહથી મેળવાય
સંસ્કારની એક પહેલી પડતાં,પાલકપિતા હરખાય
ડગલાંની કિંમત જે સમજે,ભરતાં જ તે વિચારાય
મળી જતાં સંકેત ભક્તિનો,જન્મ સફળ થઇ જાય
                     ……….કૃપા પ્રભુની મળી જતાં.
લાગણી મોહ ને માયા,એ કળીયુગની દેખાવી રીત
સમજ જીવને જ્યાંપડે,ત્યારથી ભક્તિની મળે પ્રીત
જન્મ એછે કર્મનું બંધન,માબાપનાપ્રેમે સફળ થાય
મળેપ્રેમ જ્યાં સમાજનો,ત્યાં તો અનંતઆનંદ થાય
                       ……….કૃપા પ્રભુની મળી જતાં.
સાર્થકજન્મ જીવનો કેવો,એતો મૄત્યુનાબારણે દેખાય
ભજન ભક્તિનો સંગ જીવનમાં,પરમાત્માય હરખાય
સજળ સ્નેહને પ્રેમ મળતાં,જન્મને સફતાજ સહવાય
પથ મેળવતાં સાચો જીવે,સ્વર્ગનો દરવાજો ખોલાય
                         ……….કૃપા પ્રભુની મળી જતાં.

=================================