April 19th 2010

શોધવા નીકળ્યો

                          શોધવા નીકળ્યો

તાઃ૧૯/૪/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ મળશે કે તે મળશે,તેમ મનમાં મુંઝવણો  થાય
ફાંફાં મારતાં ચારે કોર,નામળે જીવને શાંન્તિનો દોર
                         ………..આ મળશે કે તે મળશે.
દમડી થોડી હાથમાં મારે,ને વિચાર પવનની લ્હેર
મેળવવાની મોટી ઇચ્છા,ત્યાં લાઇનમાં લાંબી દોડ
ના વિચાર આવે મનમાં કે ના શાંન્તિને મેળવાય
શોધાશોધની આ વ્યાધીમાંજ,જીવન વેડફાઇ જાય
                         …………આ મળશે કે તે મળશે.
મનની વિચાર ધારામાં ભઇ,આ તન તડફાઇ જાય
દેખાદેખની આદુનીયામાં,સ્વાર્થે શોધાશોધ છે થાય
આ ને તે ની રામાયણમાં,સમય પણ ચાલ્યો જાય
શોધવા નીકળ્યો સ્વાર્થને,ત્યાં લાભ જ છટકી જાય
                          ………..આ મળશે કે તે મળશે.

+++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment