April 10th 2010

માનવીની કેડી

                      માનવીની કેડી

તાઃ૧૦/૪/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમમાં,જીવ જન્મ જ મળતાં ગુંથાય
સગા વ્હાલાના પ્રેમની સાંકળ,જીવને વળગી જાય
                     …………સંસારની સરગમમાં જીવ.
માતા પિતાના પ્રેમની રીત,જે બાળપણમાં લેવાય
ડગલું પગલું માંડતા દેહે,આંગળીથી જ એ પકડાય
બંધનપ્રેમના જગમાં ન્યારા,ના માયા લોભ દેખાય
કુદરતની આલીલા એવી,જે માનવીથી અનુભવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
જુવાનીના સોપાનને જોતાં, મન મક્કમ થઇ જાય
રહે શ્રધ્ધાને મહેનત સંગે,ત્યાં કદમકદમ સચવાય
મળે સફળતા લાયકાતે,જે  માનવ દેહે અનુભવાય
જીવનનીકેડી મળેસફળ,જે સાચી મહેનતે મેળવાય
                       ………..સંસારની સરગમમાં જીવ.
આંગણે આવતાં ઘડપણના,હાથ પગ લબડી જાય
ટેકો મેળવી લાકડીનો ચાલે,ને સંતાન સહારો થાય
આશાની અપેક્ષા મળતાં જીભડી પણ પકડાઇ જાય
શબ્દશબ્દને સાચવીલેતાં,માનવીને કેડી મળીજાય
                         ……….સંસારની સરગમમાં જીવ.

##############################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment