April 21st 2010

ભીખની રીત

                           ભીખની રીત

તાઃ૨૧/૪/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનીયા એતો દર્પણ છે,જે પરમાત્માથી જ દેવાય
હાથપ્રસારી જગમાંરહેતાં,ભીખ અનેક રીતે  લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
માતાપિતાની કૃપા પામવા,હરપળ વિનંતીજ થાય
સંતાન બનાવી જીવનદેતાં,તક જીવને એક દેવાય
ઉપકારની અસીમકૃપા છે,જે હાથ પ્રસારીને મંગાય
આશીર્વાદની હેલી લેવી,એ ભીખ માબાપથી લેવાય
                               ……….દુનીયા એતો દર્પણ છે.
વિધ્યાર્થીની લાયકાત મેળવવા,ભણતરને મેળવાય
મહેનત ખંતથી કરતાંજ જીવનને,સોપાન મળી જાય
હાથપ્રસારી વંદન કરી,જ્યાં ગુરુજીના ચરણે સ્પર્શાય
દ્રષ્ટિપડે જ્યાં ગુરુની,તે ભીખથી જીવન ઉજ્વળથાય.
                                ……….દુનીયા એતો દર્પણ છે.
કર્મનાબંધન છે ન્યારા જગમાં,ના કોઇથીએ ઓળખાય
વાણીવર્તન સાથે આવે દેહે,જે જીવનમાં વળગી જાય
ગત જન્મનો અણસારમળે,જે આ જન્મે છે અનુભવાય
અન્નદાન નાકરી શક્યો જે,આ જન્મે ભીખ માગતોજાય
                                 ……….દુનીયા એતો દર્પણ છે.
ભક્તિની પણ એકરીત ન્યારી,જે પ્રભુકૃપાએ મેળવાય
શ્રધ્ધાથી પુંજન કરતાં ગમેત્યાં,પરમ કૃપા મળી જાય
ભગવાની ના જરુર પડે જગતમાં,ના દાનપેટી મુકાય
ભીખની આરીત કળીયુગી,જેનાથીપ્રભુપણ ભડકી જાય
                                  ……….દુનીયા એતો દર્પણ છે.

+++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment