May 25th 2010

ચુંદડી ઓઢી

                      ચુંદડી ઓઢી

તાઃ૨૫/૫/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ચુંદડી ઓઢી મેં તારાહાથથી,આ નારી દેહ હરખાય
દેજે પ્રેમ મને જીવનમાં,ના અપેક્ષા કોઇ રહી જાય
                        ………. ચુંદડી ઓઢી તારા હાથથી.
લગ્નજીવનના ફેરા ફરતાં,આનંદ મનમાં ઉભરાય
આવતી કાલને સાથે માણવા,મન મારું લલચાય
અર્ધાન્ગીની તારી બની,જેમારુ સદભાગ્ય કહેવાય
હાથ તારો પકડ્યો જ્યારથી,મનને શાંતિ મળી ત્યારથી
                           ……….ચુંદડી ઓઢી તારા હાથથી.
સંસારની સરગમમાં આજે,તારો પ્રેમ લાગણી લેવાય
સંતાન એતો સહવાસછે,જે સાચા પ્રેમથીજ મેળવાય
અન્યો અન્યના આ બંધન છે,જેને પતિપત્ની કહેવાય
મળતાં મારો સાથ તને,આપણું જીવન જગે મહેંકી જાય
                           ………..ચુંદડી ઓઢી તારા હાથથી.
તારા વિના અંધારુ મારું જીવન,ઉજ્વળ તુ મળતા થાય
પ્રેમનામીઠા સહવાસે લાગે,સ્વર્ગનુંસુખ આવ્યુ આજે ઘેર
કર્મબંધન સાર્થકલાગે,જે જીવનમાં માણી લીધું સહવાસે
એકપણ પળ વિરહની ના મળે,ને પ્રભુ રાખે જીવન હેમખેમ
                           …………ચુંદડી ઓઢી તારા હાથથી.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment