May 5th 2010

ચોતરો

                       ચોતરો

તા૫/૫/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્વ કાર્યની શુભ શરૂઆતમાં,ગ્રામ્યજન ભળી જાય
ઉત્તમ કામની સફળતા રહે,જ્યાં ચોતરે પુંજન થાય
                        ……….સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
માલીક નોકરના ભેદ ભુલીને,ધ્યેય સૌનો રહેછે એક
હળીમળી સૌસાથ રહેજ્યાં,થાય ગામમાંકામ અનેક
ના મુખી નોકર કે ગ્રામીણ કોઇ,મનમાં ધ્યેય છે નેક 
મળીજાય જ્યાં સાથસાથીનો,બને ગામ ગૌરવ એક
                           ………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
સુખને સૌ મળી માણે ચોતરે,ને દુઃખમાં પણદે સહવાસ
માનવતાની મહેંક આએવી,સુખદુઃખમાં સાથે ભોગવાય
ન્યાયમળશે જ્યાં અન્યાયથશે,ને અપંગને મળશે સાથ
કુદરતની કૃપા પણ મળશે,જ્યાં પ્રદાન સુખનુ જ થાય
                            ………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment