February 10th 2021
***
***
. કૃપા મળી
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા હીરાબાની,દુનીયામાં નરેંદ્રભાઈની ઓળખાણ થાય
પવિત્રરાહ પકડતા ગુજરાતીઓની,શાન જગતમાં લાયકાતથીજ વધારી જાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
અનંત આનંદ થાય ગુજરાતીઓને,જગતમાં અનેક પવિત્ર કર્મથી એ દેખાય
મળેલ જન્મને સંબંધ છે થયેલકર્મનો,જે અનેકરાહથી દેહને કર્મ કરાવી જાય
પાવનકૃપા હિરાબાની જે ચાની લારી છોડાવી,સન્માનથી શાન વધારી જાય
મુખ્યપ્રધાન થયા ગુજરાતના,જે સમાજમાં ગુજરાતીઓનુ સન્માન કરાવીજાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
મળેલ માનવદેહથી સમાજમાં,શ્રધ્ધાથી રાહપકડતા નાકોઈ તેમને આબી જાય
આજકાલને સમજી ચાલતા નરેંદ્રભાઈ,કલમનીકેડી સહિતસમાજને સાચવી જાય
થઈ રહેલ કર્મને નાકોઈ રોકી શકે,કે ના કોઇ તેમની લાયકાતનેય રોકી જાય
અદભુતશાન ગુજરાતીઓની જગતમાં,જે તેમની ભારતના વડાપ્રધાનથી દેખાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
*****************************************************************
February 4th 2021
###
###
. પવિત્ર ભારતદેશ
તાઃ૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર મારો દેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા કૃપાએ જન્મ મળી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
શંકરભગવાનથી દેહ લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
પવિત્ર પ્રેમથી ભાગ્યવિધાતા શ્રીગણેશ,સંગે કાર્તિકનેય જન્મ મળી જાય
દશરથરાજાના સંતાન શ્રીરામ પ્રભુરૂપે પ્રગટ્યા,સીતાજીથી પરણી જાય
વિષ્ણુથી દેહલીધો ભારતમાં,સંગે પવિત્ર લક્ષ્મીમાતાના ભરથાર થઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
અવનીપર માતા યશોદા અને પિતા નંદ કૃપાએ,શ્રી કૃષ્ણ જન્મી જાય
રૂક્ષ્મણી પ્રથમ પત્નીજ હતા,ત્યાર પછી રાધા સહિત અનેક થઈ જાય
ભારતમાં સરસ્વતી,કાળકા,દુર્ગા,સંગે બાવનમાતાના દેહથી આવી જાય
એજ કૃપા દુનીયામાં ભારતદેશપર,જે સમયસર પવિત્રદેહ જન્મ લઈજાય
.....એ કૃપા જગતમાં પવિત્રભુમી પર,જગતમાં ભારતનુ સન્માન કરાવી જાય.
**************************************************************
February 2nd 2021

. .મળ્યો પવિત્રપ્રેમ
તાઃ૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનલીલા જગતમાં,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને અનેક રાહ મળે,એ જીવનમાં મળતાજ દેખાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવ જીવનમાં અનેક રીતે સંબંધ મળે,કર્મનીરાહેજ મળતો જાય
એ કળીયુગની લીલા જીવનમાં,જે નિખાલસ અને સ્વાર્થેજ દેખાય
જીવને કર્મનો સંબંધ મળેલ દેહથી,એજ ગત જન્મથી મળતો જાય
સરળ જીવનથી જીવતા માનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મેળવાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,ત્યાં શ્ર્ધ્ધાથીજ ભક્તિ કરાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,કે નાકોઇનો સ્વાર્થી પ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા માનવીને,કૃપાએ અનંત શાંંતિ જ મળી જાય
અજબ શક્તિશાળી પરમાત્મા દુનીયામાં,તેમની કૃપા શ્રધ્ધાથી મળે
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
========================================================
January 29th 2021
***
***
. .આશિર્વાદ મળ્યા
તાઃ૨૯/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યા માતા હિરાબાના આશિર્વાદ,શ્રી નરેંદ્રભાઈથી પવિત્રરાહ મેળવાય
ગુજરાતીઓની શાન છે ભારતદેશમાં,જે અનેકરાહે દુનીયામાં એ દેખાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
નિર્મળભાવનાથી જીવનજીવતા,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
પવિત્ર ભારતદેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી આવી જાય
આશિર્વાદથી મળેલદેહને પાવનરાહે મળે,જે નરેંદ્રભાઈને સન્માન આપીજાય
ભારતને પવિત્રદેશ કર્યો અવનીપર,એ ગુજરાતીઓની અજબશક્તિ કહેવાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
શ્રધ્ધાભાવથી જીવન જીવતા કૃપા મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય
નિર્મળભાવનાએ કર્મ કરતા શ્રીનરેંદ્રભાઈ,એ ભારતના વડાપ્રધાન થઈ જાય
પવિત્રકર્મ જીવનમાં શ્રધ્ધાથીકરતા,ભારતના ગુજરાતીઓજ માન મેળવીજાય
ગુજરાતીઓની ગુજરાતી ભાષા પવિત્ર,જે કલમથીઅનેકલેખ જગતમાં વંચાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
##############################################################
January 21st 2021
રામ
રામ
. .જયજય જલારામ
તાઃ૨૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો વિરપુરમાં,જે રાજબાઈમાતાથી અવનીપર આવી જાય
પરમકૃપાળુ સંસાર હતો પવિત્ર ભારતમાં,જે ભક્તિસાગરમાં રહી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
પરમાત્માની પાવનકૃપા એ કુળમાં,ના અપેક્ષાની કોઇ ચાદર અડી જાય
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે જન્મમરણની રાહથી જગતમાં દેખાય
પાવનકર્મ જીવનમાં કરતા જલારામ,જીવને પરમાત્માની કૃપાએ લઈ જાય
અન્નદાનની પાવનરાહ લીધી જીવનમાં,જ્યાં પ્રભુ પરિક્ષાકરવા આવી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
સમયસંગે ચાલતા માનવદેહને,માબાપનો પ્રેમ મળે જે થયેલ કર્મથી દેખાય
આજકાલની નાકોઇ અપેક્ષા હતી,જે પત્ની વિરબાઈના સંગાથથી સમજાય
માનવદેહને કૃપાએ પાવનરાહ મળી,એ નિરખવા પ્રભુ દેહલઈ આવી જાય
વિરબાઈની સેવાની અપેક્ષાએ માગણી કરી,જ્યાં પતિનીકૃપાએ ચાલી જાય
....એવા પવિત્રદેહને જગતમાં,શ્રધ્ધાભક્તિથી જયજય જલારામ પ્રેમથી કહેવાય.
###############################################################
January 20th 2021

. મોહ માયા મળી
તાઃ૨૦/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મનો સંબંધ મળે માનવદેહને,ગત જન્મના થયેલકર્મથી મેળવાય
અવનીપરનુ આગમન વિદાય,એજ કુદરતની લીલા જન્મથી દેખાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
આજકાલને નાકોઇ દેહ આંબી શકે,કે નાકોઇથી જગતમાં છટકાય
પરમાત્માની આ લીલા દુનીયામાં,જીવનુ આવનજાવન કર્મથી થાય
કળીયુગની અજબશક્તિ છે જગતમાં,જે સમયે મોહમાયા મળીજાય
અનેક સ્વરૂપથી દેહ મળે જીવને,એજ અજબલીલા પ્રભુની કહેવાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
સરળ જીવનની રાહ મળે માનવદેહને,જયાં મોહમાયાથી દુર રહેવાય
નાકોઈ આશા કે અભિમાનરહે જીવનમા,જ્યાં શ્રધ્ધાભક્તિથી જીવાય
નિર્મળ ભાવનાથી પરમાત્માની પુંજા કરતા,જીવ પર પાવનકૃપા થાય
કળીયુગની કોઇ અસર ના અડૅ જીવને,જે જન્મમરણથી દુર લઈ જાય
...મળેલ માનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધા સંગે વિશ્વાસ રખાય.
************************************************************
January 12th 2021
%%%
%%%
. .સાગરનો સંગાથ
તાઃ૧૨/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસ પ્રેમ મળ્યો જીવનમા,જે અનંત શાંંતિ આપી જાય
માતા સરસ્વતીની પાવનકૃપા મળી,જે કલમની પવિત્રરાહથી દેખાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
માનવતાની મહેંક પ્રસરી જીવનમાં,પ્રેમનાસાગરનો સંગાથ મળ્યોઅહીં
કલમની કેડી તો માતાની કૃપા,જે મનને પ્રેરણા મળતા લખાઈ જાય
સંગાથ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,અનેકરાહે કલમ ચાલતી થઈ
ના મોહ અડયો કે ના માયા સ્પર્શી,જે સત્માર્ગે સમજણ આપી જાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
આંગળીપકડી નિખાલસ પ્રેમીઓની,એ જીવનમા સરળ પ્રેમઆપી જાય
મળે મનને શાંંતિ સંગે કુદરતની પાવનકૃપા,જે જીવનને ધન્ય કરી જાય
ભુતકાળને ભુલીજતા જીવનમાં,પરમાત્મા આવતીકાલને ઉજવળ કરીજાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમનો,જે માતાની પરમકૃપા થઈજ કહેવાય
....મળેલ માનવદેહ પર કૃપા થઈ,જે કલમપ્રેમીઓના પ્રેમથી સમજાઈ ગઈ.
##########################################################
January 7th 2021
## #
###.
. વિરપુરના જલીયાણ
તાઃ૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકર્મની રાહ પકડીને વિરપુરમાં,પરમાત્માની પવિત્રકૃપા મેળવી જાય
એવા વિરપુરનાવૈરાગી જલારામ કહેવાય,સંગે પત્નિ વીરબાઈ ઓળખાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
મળેલ પ્રેમ પરમાત્માનો જીવનમાં,જે વિરપુરમાં નાકોઇ અપેક્ષાય રખાય
માનવદેહને સંબંધ ઠક્કર પરીવારનો,અવનીપર એકુળ આગળ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ સંસાર સાચવવા,મળેલદેહથી દુકાન ચલાવીજાય
સમય સંગે ચાલતા પરમાત્માએ આંગળી ચીંધી,જે અન્નદાનથી દેખાઈજાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
પરમપ્રેમ મળ્યો પરમાત્માનો જલારામને,જે જીવનમાં તેમનાવર્તનથી દેખાય
પવિત્રસંગ મળ્યો પત્ની વિરબાઈનો.જે પરમાત્માની સેવા કરવા તૈયારથાય
પરમાત્માને સંતોષ થયો માગણીનો,એ વિરબાઈને ઝોળી દંડો આપી જાય
અજબકૃપા મળી પતિપત્નીના જીવને,જેની પુંજા પરમાત્મા સમજીને કરાય
.....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય.
##################################################################
December 31st 2020
@@@
@@@
. નિર્મળતાનો સાથ
તાઃ૩૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સાથ લઈને ગુજરાતીઓ,પવિત્રપ્રેમનો સંગાથ આપે છે અહીં
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે નિર્મળતાનો સાથ મળતા સમજાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
પરમાત્મા પર શ્રધ્ધારાખીને દુનીયામાં,મળેલ સમયને પકડી કર્મ કરી જાય
ગુજરાતીઓની પવિત્રગાથા અવનીપર,જે નિખાલસ ભાવનાથી મળી જાય
હોટલમોટેલ ડેલીસંગે ગેસ સ્ટેશન ચલાઈ જાય,એ માનવદેહનુ કર્મ કહેવાય
નાઆશા ના મોહની રાહ અડે દેહને,ત્યાં ગુજરાતીઓનું સન્માન થઈ જાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ મળે,જ્યાં પરમાત્મા અનેકદેહે જન્મ લઈ જાય
મળેલદેહના જીવપર શ્રધ્ધાભક્તિની કૃપા મળી,જે પવિત્રભુમી પર લાવી જાય
આગમનવિદાય એ જન્મમરણથી દેખાય,અવનીપરના કર્મથી જીવને સમજાય
નિખાલસ ભાવનાથી કર્મકરતા માનવીપર,જગતમાં પરમાત્માની કૃપાપણ થાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
==================================================================
December 26th 2020

. .ચાલતો રહેજે
તાઃ૨૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જન્મ એકૃપા પ્રભુની,જ્યાં માનવદેહ લઈને જીવ આવી જાય
અવનીપરના આગમન સંબંધકર્મનો,જે જીવને સમયથી સ્પર્શી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
દેહ મળે અવનીપર માબાપથી,જે કુટુંબનો સંબંધ લઈ જીવી જવાય
સમયની સંગે ચાલવુ પડે જીવનમાં,જે ઉંમરનો અનુભવ આપી જાય
ભણતર તણતર એ સમયનીરાહ,જે પકડીને જીવનમાં ચાલતુ રહેવાય
માનવદેહને કૃપામળે જે વડીલના આશિર્વાદથી પવિત્રરાહ આપી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
પાવનરાહ પકડી ચાલતા રહેજો જીવનમાં,જીવને સરળતા મળતી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ચાલતા રહેતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
કળીયુગની સાંકળ ના દેહને પકડે,કે ના મોહમાયા અભિમાન અડીજાય
એજ જીવની પાવનકેડી મળેલદેહની,એ ધર્મભક્તિથી દેહને ચલાઈ જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
****************************************************************