December 26th 2020

ચાલતો રહેજે

Thal - Ideology

.            .ચાલતો રહેજે  
તાઃ૨૬/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જન્મ એકૃપા પ્રભુની,જ્યાં માનવદેહ લઈને જીવ આવી જાય
અવનીપરના આગમન સંબંધકર્મનો,જે જીવને સમયથી સ્પર્શી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
દેહ મળે અવનીપર માબાપથી,જે કુટુંબનો સંબંધ લઈ જીવી જવાય
સમયની સંગે ચાલવુ પડે જીવનમાં,જે ઉંમરનો અનુભવ આપી જાય
ભણતર તણતર એ સમયનીરાહ,જે પકડીને જીવનમાં ચાલતુ રહેવાય
માનવદેહને કૃપામળે જે વડીલના આશિર્વાદથી પવિત્રરાહ આપી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય. 
પાવનરાહ પકડી ચાલતા રહેજો જીવનમાં,જીવને સરળતા મળતી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ચાલતા રહેતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
કળીયુગની સાંકળ ના દેહને પકડે,કે ના મોહમાયા અભિમાન અડીજાય
એજ જીવની પાવનકેડી મળેલદેહની,એ ધર્મભક્તિથી દેહને ચલાઈ જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment