December 3rd 2020

ભક્તિની ભાવના

*****પુરુષોત્તમ (અધિક માસ) માસનું મહત્ત્વ | Gujarat Times*****

.           .ભક્તિની ભાવના
તાઃ૩/૧૨/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા સમજાય
કર્મના સંબંધ છે જીવને મળેલ દેહને,એ જીવને જન્મમરણથીજ અનુભવાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
કુદરતની પાવનલીલા અવનીપર પ્રસરી,જે જીવના દેહને ભક્તિરાહ દઈ જાય
મળેલદેહને શ્રધ્ધાભાવથી પરમાત્માની,ભક્તિ કરતા જીવનમાં સુખ મળી જાય
ના મોહમાયાના વાદળ વરસે જીવનમાં,પવિત્રસંતને પ્રેમથી વંદન કરાવી જાય
માનવદેહને સંસારમા ને સમાજમાં,અદભુતપ્રેમ મળે દેહને એ પાવનકૃપા થાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
અવનીપરના એ દેહને પવિત્રકર્મની રાહ મળે,જ્યાં પરમાત્માની પાવન કૃપા થાય
નિર્મળ ભાવનાથી પરમાત્માનુ પુંજન કરતા,ના કોઇ અપેક્ષાના વાદળ અડી જાય
પ્રેમની પાવનરાહે જીવતા દેહપર,અનંત નિર્મળપ્રેમની વર્ષા થતા આનંદ મળીજાય
એજ અનંતકૃપા સંત જલાસાંઇની,જે પવિત્ર નિર્મળ ભાવથી ભક્તિ કરાવી જાય
....એ માનવદેહને પાવનરાહની પ્રેરણા થાય,જે નિર્મળભક્તિની ભાવનાથી મેળવાય.
******************************************************************