December 23rd 2020

જ્ઞાનનીગંગા

###જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ. – Fitness Tips###

.            જ્ઞાનની ગંગા 
તાઃ૨૩/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે કલમપ્રેમીઓને લાવી જાય
પાવનરાહ મળે કલમની હ્યુસ્ટનમાં,એ જ્ઞાનની ગંગા વહાવી જાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
કલમથી ગોઠવાયેલ શબ્દને,સમજીને લખતા સુંદર રચનાઓ થાય
અનંત પ્રેમાળ કલમનાપ્રેમીઓને,સમયસંગે ચાલતા એ વંચાઈ જાય
મળે મનને શાંંતિ કલમની જીવનમાં,જે સદાય સંતોષ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલ માનવદેહને,ના કોઇ તકલીફ થાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ લીધો,જે માતાની કૃપાએ આવી જાય
કલમની પકડ ચાલુ રાખી હ્યુસ્ટન આવ્યા,જે રચનાઓ જ કરી જાય
અનેક રચનાઓ માકૃપાએ કરે,જે નિર્મળરાહે સૌને પ્રેરણા આપીજાય
જ્ઞાનની ગંગા વહેતી આવી અહીંયા,એજ પાવન કર્મની કેડી કહેવાય
.....અજબકૃપા કલાની દેવી સરસ્વતીની,જે મળેલ માનવદેહને મહેંકાવી જાય.
*************************************************************