December 15th 2020

પવિત્ર કૃપા

અધિક માસઃ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાનો શ્રેષ્ઠ મહિનો | chitralekha 
.           .પવિત્ર કૃપા   
તાઃ૧૫/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહ મળે જે કર્મનોસંબંધ છે,એ ગતજન્મે થયેલ કહેવાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
લક્ષ્મીમાતાનો પ્રેમમળે કૃપાએ,જ્યાં માતાને ભક્તિથી વંદન થાય
માતાનીકૃપાળુ કેડીથી,શ્રી વિષ્ણુ ભગવાનના આશિર્વાદ મેળવાય
જગતમાં લક્ષ્મીમાતાને ધનલક્ષ્મી પણ કહેવાય,જે કૃપા આપીજાય
જે મળેલદેહને ધન આપી,જીવનમાં સુખસાગરની વર્ષા કરી જાય
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
શ્રી વિષ્ણુભગવાન એ લક્ષ્મીમાતાના પતિ,વંદનકરતા કૃપા કરીજાય
અજબશક્તિશાળી એપરમાત્માનાદેહ છે,જે દેહના દર્શનથીસમજાય
જીવને કૃપાએ પવિત્રકર્મની રાહ આપે,એ જીવનમાં સત્કર્મ કહેવાય
માનવદેહને થયેલ કર્મ સ્પર્શે,શ્રધ્ધાથીવંદન કરતા દેહપર કૃપા થાય 
....એ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને જન્મમરણથી સમજાય.
*********************************************************
December 15th 2020

શાંંતિનો સંગાથ

####1 સેકન્ડમાં લાઈક કરો ભગવાનની સીધી કૃપા થશે - Dharmik Duniya - ધાર્મિક દુનિયા | Facebook####

.            શાંતિનો સંગાથ      
તાઃ૧૫/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

થયેલકર્મનો સંબંધ મળેલ માનવદેહને,જે જીવને જન્મમરણે સમજાય
કુદરતની આકૃપા જગતપર,મળેલ અનેકદેહથી જીવને અનુભવ થાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
સત્કર્મનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
નામોહમાયા કે નાઅપેક્ષા અડે દેહને,સરળજીવનનો સાથ મળી જાય
મળે અનેકરાહ માનવીને જીવનમાં,ના પ્રાણી કેપશુને કાંઇજ સમજાય
જીવને સંબંધ દેહથી છે,જે સગાસંબંધીઓનો સાથ મળતા અનુભવાય
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
પરમકૃપાએ દેહ લીધા ભારતમાં,જે પરમાત્માના નામથીજ આવી જાય
અવનીપરના દેહને કર્મથી જીવનમાં સાથ મળે,જે દેહથીજ સ્પર્શી જાય
નિર્મળભાવનાથી જીવનજીવતા પ્રેમમળે,જે શાંંતિનો સંગાથ આપી જાય
એજ અદભુતલીલા અવીનાશીની,જે દુનીયાપર જીવને દેહમળે સમજાય 
...પરમાત્માનો પ્રેમ પ્રસરે અવનીપર,જે મળેલદેહને શાંંતિનો સંગાથ આપી જાય.
****************************************************************

	
December 15th 2020

ગજાનંદ ગણપતિ

*****.GUJRATI BHAJAN: ગણપતિ આયો બાપા રિદ્ધિ - સિદ્ધિ લાયો*****

          .ગજાનંદ ગણપતિ     
  
તાઃ૧૫/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો સંતાન થઈ,જે માતા પાર્વતી પિતા ભોલેનાથથી મેળવાય
જે માતાપિતાના આશિર્વાદથી,જગતમાં પરમાત્મા કૃપાએ ગજાનંદ કહેવાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જયાં જીવનમાં શ્રધ્ધાએજ ભક્તિ કરાય
માતા પાર્વતીની કૃપા મળતા શ્રીગણેશને,મળેલજન્મથી પાવનકૃપા દઈજાય
અનંતકૃપા મળી માબાપની,જે પરમાત્માની પાવનરાહે આંગળી ચીંધી જાય
ૐ શ્રી ગણેશાય નમઃથી સ્મરણ કરતા,ભક્તના જીવનમાં સુખ મળી જાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
ત્રિશુળધારી ભોલેનાથ શંકર ભગવાન,ભારતમાં પવિત્રનદી ગંગા વહાવી જાય
પિતા હિંમાલય પુત્રી પાર્વતીને,સમયે શ્રીભોલેનાથની જીવનસંગીની કરી જાય
પવિત્રસંતાનથી દેહ મળ્યા,જે શ્રીગણેશ અને શ્રીકાર્તિકથી જગતમાં ઓળખાય
માનવદેહને ગજાનંદ શ્રીગણેશની,જીવનમાં પ્રસંગે પુંજાકરતા અનુભવ પણથાય 
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
==============================================================