December 29th 2020

કીર્તન ભક્તિ

  ###કીર્તન – SATVA###
.            .કીર્તન ભક્તિ   
તાઃ૨૯/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રધર્મ હિંદુ કહેવાય જગતમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજન કરાય
પરમાત્માએ અનેક્દેહ ભારતમાં લીધા,એજ પવિત્રકૃપા પણકહેવાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિથીજ સમજાવાય
અનેક સ્વરૂપે ભારતમાં જન્મ્યા,જે હિંદુધર્મમાં આંગળી ચીંધી જાય
પાવનરાહે જીવવા મળેલ દેહથી વંદન કરી,જીવનમાં રાહ મેળવાય
આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જ્યાં ધુપદીપથી પુંજન કરાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહને અનેક સ્વરૂપે દેહથી દર્શન કરાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે અનેક ધર્મમાંય આનંદ થાય
પરમાત્માના અનેકદેહથી પધારી,સમાજને પણ કુટુંબથી સમજાવાય
પ્રેમથીપધારી કીર્તનભક્તિ કરો,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા મંદીર થયા,જ્યાં શ્રધ્ધાએ કીર્તન ભક્તિ કરાય.
*************************************************************
December 29th 2020

સમય સંગે

.             .સમય સંગે
તાઃ૨૯/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપા અવનીપર પ્રભુની,જે મળેલદેહને સમયથીજ સમજાય
ભુતકાળ એજીવને મળેલદેહના કર્મથી,ના આવતીકાલથી છટકાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
જીવનુ આગમન અવનીપર દેહથી,જે ગતજન્મના કર્મથી મેળવાય 
મળેલ માનવદેહ સમય સમજીને ચાલે,તો શાંંતિથી જીવન જીવાય
અપેક્ષાના વાદળ અવનીપર ફરે,એ માનવીને સુખદુઃખથી સમજાય
સમય સમજીને ચાલતા દેહો,હવે ૨૦૨૦ના વર્ષને વિદાય આપીજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
સમયની પરમકૃપા છે જગતમાં,જે દેહ મળતા જીવને સમજાઈ જાય
કર્મએ સંબંધ છે મળેલ દેહને,એ જન્મોજન્મથી આગમનવિદાય થાય
અનેકદેહ લઈ કૃપા કરી ભારતદેશથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
આવી અવનીપર પ્રેરણા કરી,જે હરિભક્તોથીજ મંદીરમાં પુંજન કરાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
ઉંમરનો સંબંધ સમયથી મળે,જે મળેલદેહને બાળપણથી જુવાની આપે
જુવાનીમાં ભણતરનો સંગાથ લેતા,લાયકાતમળે સમયે ઘડપણ મેળવાય
મળેલદેહમાં પ્રાણી,પશુ,પક્ષી નિરાધાર,નોકોઇ જાતની સમજ પડી જાય
મન,કર્મ,વચનનો સંબંધદેહને,પ્રભુને પ્રાર્થનાકે ૨૦૨૧માં સદમાર્ગે લઈજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
#########################################################