December 26th 2020

શ્રી રામ ભક્ત

#####રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી – Jain Kranti | જૈન ક્રાંતિ#####
       .    . શ્રી રામ ભક્ત 
તાઃ૨૬/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ       

શ્રી રામના પરમ ભક્ત હનુમાન,જગતમાં બજરંગબલીથીય ઓળખાય
માતા અંજનીના વ્હાલા સંતાન,સંગે શ્રી પવનદેવના પુત્ર પણ કહેવાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
મહાવીર હનુમાનજી એસંગે ગદા પકડી,અનેક તકલીફોથી બચાવીજાય
સુર્યને ભોજન બનાવી મોઢમાં મુકતા,જગતમાં અંધારૂ એ આપી જાય
પાવનકર્મ કરવા પરમાત્મની વિનંતી થતાજ,સુર્યને પ્રુથ્વીપર મુકી જાય
ભક્તિની પાવનરાહ રાહે ચાલતા,શ્રીરામના જીવનમાં મદદ કરવા જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
પવિત્ર શ્રી રામના ભાઈ લક્ષ્મણને બેહોશ થતા,હનુમાન પર્વતને લાવ્યા
સંજીવની લાવીને આપતા શ્રી રામના ભાઈને,તકલીફથીય બચાવી જાય
શ્રીરામના પત્ની સીતાજીને રાજા રાવણ,અચાનક ઉઠાવી લંકા લઈ જાય
પવનપુત્ર હનુમાનજી ફરજ સમજી,રાજા રાવણની લંકાને સળગાવી જાય
.....અજબ શક્તિશાળીએ ભક્ત થયા,સંગે શ્રી રામસીતાના દુઃખભંજક થઈ જાય.
*****************************************************************


	
December 26th 2020

ચાલતો રહેજે

Thal - Ideology

.            .ચાલતો રહેજે  
તાઃ૨૬/૧૨/૨૦૨૦             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જન્મ એકૃપા પ્રભુની,જ્યાં માનવદેહ લઈને જીવ આવી જાય
અવનીપરના આગમન સંબંધકર્મનો,જે જીવને સમયથી સ્પર્શી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
દેહ મળે અવનીપર માબાપથી,જે કુટુંબનો સંબંધ લઈ જીવી જવાય
સમયની સંગે ચાલવુ પડે જીવનમાં,જે ઉંમરનો અનુભવ આપી જાય
ભણતર તણતર એ સમયનીરાહ,જે પકડીને જીવનમાં ચાલતુ રહેવાય
માનવદેહને કૃપામળે જે વડીલના આશિર્વાદથી પવિત્રરાહ આપી જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય. 
પાવનરાહ પકડી ચાલતા રહેજો જીવનમાં,જીવને સરળતા મળતી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ચાલતા રહેતા,પરમાત્માની પાવનકૃપા મળીજાય
કળીયુગની સાંકળ ના દેહને પકડે,કે ના મોહમાયા અભિમાન અડીજાય
એજ જીવની પાવનકેડી મળેલદેહની,એ ધર્મભક્તિથી દેહને ચલાઈ જાય
...એ ગતજન્મે કરેલ કર્મનો સ્પર્શ જીવને,જે મળેલદેહના કર્મથી જીવને બંધન થાય.
****************************************************************
December 26th 2020

આગળી પકડી

.            .આંગળી પકડી                   
તાઃ૨૬/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પાવનકૃપા પરમાત્માની થઈ,માબાપના પ્રેમથી મળ્યો દેહ અવનીપર
બાળપણમાં આંગળી પકડીને ભણતરની કેડીને ચીંધી પપ્પાએ તહીં
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
મળેલ માનવદેહને પાવનરાહ મળી,જે સમયસંગાથે પ્રેરણાએજ સચવાય
કુદરતની કેડીને સંભાળી ચાલતા,ના મોહમાયા કે અભિમાન અડી જાય
કલમનીરાહની કેડીમળી જે કલમપ્રેમીઓના સંગાથથી આગળ લઈ જાય
માતા સરસ્વતીએ મારી આંગળી પકડી,કલમની પાવનરાહ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
સારેગમની સમજણ પકડતા,અવાજથી સૌને અનંતઆનંદ પણ મળીજાય
એ પાવનકૃપા પ્રેમાળ પ્રેમીઓની મળી,જે કલમથીજ સમયનેય સચવાય
શ્રધ્ધારાખી સમજણથી કલમપકડી,માતાએ ચીંધેલ આંગળીથી મળી જાય
અનંતપ્રેમાળ કલમપ્રેમીઓ હ્યુસ્ટનમાં,સાચી સમજણથી સાથ આપી જાય
....અનંતપ્રેમથી માતા સરસ્વતીએ આંગળી પકડીને કલમની રાહ મને આપી.
************************************************************