December 31st 2020

કુદરતલીલા

.            .કુદરતલીલા              
તાઃ૩૧/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જે દેહને મળેલ સંબંધથી દેખાય
કર્મધર્મને સમજી ચાલતા કૃપા મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
આવી આંગણે નિખાલસ પ્રેમ આપી જાય,એ પાવનકૃપાએ મેળવાય
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે જીવના થયેલ કર્મ કહેવાય
આજકાલનો સંબંધ એ સમયની કેડી,એ મળેલદેહને જીવનમાંજ મળે
એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને મળેલ પાવનરાહે મળી જાય 
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
થયેલકર્મનો સંબંધ જીવને,એ અનેકદેહથી જીવને સમજણ આપી જાય
પવિત્ર કૃપા મળે પરમાત્માની જીવને,જે મળેલદેહથી ભક્તિપુંજન થાય
ના અપેક્ષા જીવનમાં કદીય રખાય,કે ના મોહમાયાનો સંબંધઅડીજાય
અનેક દેહ મળે જગતમાં,જેમાં પશુ પક્ષી પ્રાણીને માનવથીજ મેળવાય
....અજબ કૃપાળુ પરમાત્મા અવનીપર,જે દેહને મળેલ પવિત્રરાહથી સમજાય.
************************************************************* 

 

December 31st 2020

વિદાય સમયને

.2020નું વર્ષ કોરોનામાં બદબાદ, 2021ના વર્ષમાં આશાનો નવો સૂર્યોદય થશે

           . વિદાય સમયને

તાઃ૩૧/૧૨/૨૦૨૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

દેહ મળે એજ આગમન છે જીવનુ,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ શ્રધ્ધાભક્તિથીજ મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
મળેલ દેહને જન્મથી આગમન મળે,જેને ઉંમરથી સમય મળતો જાય
માનવદેહનેય સમય મળે,જે બાળપણ,જુવાની,ઘડપણથીજ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,તકલીફથી ભગવાનજ બચાવી જાય
મળેલ શ્રધ્ધાપર ભરોસો રાખીને જીવતા,માનવદેહને કૃપા મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
આવતીકાલને ના કોઇજ રોકી શકે,કે ના કોઇ વિદાયને પકડી જાય
સવારસાંજ એ કૃપા સુર્યદેવની જગતમાં,જે દેહને સમયે મળતી જાય
પાવનરાહે જીવન જીવવા માનવીને,નિર્મળરાહની કેડી પકડીને જીવાય
સમય એલીલા પ્રભુની,જે આવતીકાલ મળતાજ આજ ગઈકાલ કહેવાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
#########################################################
December 31st 2020

નિર્મળતાનો સાથ

@@@આશીકૉ ની દૂનીયા: 2012@@@

.           નિર્મળતાનો સાથ

તાઃ૩૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
નિર્મળતાનો સાથ લઈને ગુજરાતીઓ,પવિત્રપ્રેમનો સંગાથ આપે છે અહીં
મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે નિર્મળતાનો સાથ મળતા સમજાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
પરમાત્મા પર શ્રધ્ધારાખીને દુનીયામાં,મળેલ સમયને પકડી કર્મ કરી જાય
ગુજરાતીઓની પવિત્રગાથા અવનીપર,જે નિખાલસ ભાવનાથી મળી જાય
હોટલમોટેલ ડેલીસંગે ગેસ સ્ટેશન ચલાઈ જાય,એ માનવદેહનુ કર્મ કહેવાય
નાઆશા ના મોહની રાહ અડે દેહને,ત્યાં ગુજરાતીઓનું સન્માન થઈ જાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
ભારતની પવિત્ર ધરતીપર દેહ મળે,જ્યાં પરમાત્મા અનેકદેહે જન્મ લઈ જાય
મળેલદેહના જીવપર શ્રધ્ધાભક્તિની કૃપા મળી,જે પવિત્રભુમી પર લાવી જાય
આગમનવિદાય એ જન્મમરણથી દેખાય,અવનીપરના કર્મથી જીવને સમજાય
નિખાલસ ભાવનાથી કર્મકરતા માનવીપર,જગતમાં પરમાત્માની કૃપાપણ થાય
.....કર્મનીકેડી પકડીને ચાલતા જીવનમાં,નાકદી આફત અભિમાનની રાહ અડી જાય.
==================================================================