December 25th 2020

પાવન કૃપાળુ

.###Chetu | સમન્વય   ###            

 .          પાવન કૃપાળુ
તાઃ૨૫/૧૨/૨૦૨૦         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકર્મની કેડીનો સંબંધ છે જીવને,જે મળેલ દેહથી મેળવાય 
જન્મમરણથી દેહ મળે અવનીપર,એ સુખદુઃખથી સમજાઇ જાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પવિત્રભુમી છે ભારતની જગતપર,જ્યાં પરમાત્મા જન્મ લઈ જાય
અનેકદેહલઈ ધરતીને પાવનકરી જાય,જે મળેલને સુખઆપી જાય
મળેલદેહને સંબંધ ગતજન્મના કર્મનો,નાકદી કોઇ દેહથી છટકાય
માનવદેહ સંગે પશુપક્ષીનો સંબંધ જીવને,એ કર્મનીકેડી આપીજાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરિવારનો પ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહના સંસ્કારથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા દેહથી,જે જીવપર પરમાત્માની કૃપા થાય
ધર્મકર્મએ કુદરતની લીલા છે અવનીપર,એ માનવતાને મહેંકાવી જાય
સતમાર્ગે રહી ચાલતા જીવનમાં,મળેલ દેહથી ઊંમરની સાથેજ ચલાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
પરમાત્માએ દેહ લઈ ભારતદેશને પવિત્રકર્યો,જે ધરતીપર કૃપા કહેવાય
જે દેહને પવિત્ર કૃપાની રાહે લઈ જાય,જે જન્મમરણથીય છોડી જાય
દુનીયામાં પવિત્રભુમી પર જન્મ લેતા જીવને,સમયે સત્કર્મથી પ્રેરી જાય
ના મોહમાયાની રાહમળે મળેલદેહને,એ પાવનકૃપાળુ પરમાત્મા કહેવાય
....પાવનકૃપાળુ પરમાત્મા અવનીપર,જે સમય સમયથી સંબંધ આપી જાય.
############################################################

 

,